Not Set/ રાજ્યમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ, જાણો કયા નોંધાઇ સૌથી વધુ ગરમી

ગુજરાતમાં આગ ઓગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. જો કે સવારનાં સમયે ગરમીનો અહેસાસ ઓછો થાય છે.

Top Stories Gujarat Others
cricket 15 રાજ્યમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ, જાણો કયા નોંધાઇ સૌથી વધુ ગરમી
  • રાજ્યમાં આગ ઓકતી ગરમીનો અહેસાસ
  • અમદાવાદમાં મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન
  • વડોદરામાં મહત્તમ 37.2 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન
  • 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભુજ સૌથી હોટેસ્ટ

ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. જો કે સવારનાં સમયે ગરમીનો અહેસાસ ઓછો થાય છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તો હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે.

રાજકારણ / રાહુલનો PM પર કટાક્ષ – “વાણીની સ્વતંત્રતા ‘મન કી બાત’ સુધી મર્યાદિત છે!”

રાજ્યમાં એક પછી એક જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌથી વધુ ગરમી બપોરનાં સમયે અનુભવાય છે. અમદાવાદમાં મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી રાજકોટમાં મહત્તમ 38.4 ડિગ્રી, વડોદરામાં મહત્તમ 37.2 ડિગ્રી, સુરતમાં મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.  જ્યારે રાજ્યમાં મહત્તમ 38.8 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ રહ્યુ છે.

રાજકારણ: અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ સુરજે તેનો તેજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાથી લોકો પરેશાન છે, ત્યારે હવે આ કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત નહી મળે તે નક્કી છે. રાજ્યમાં હાલમાં તો મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ જવાની વકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ