છેતરપીડી/ ભાજપનાં નેતાઓ સાથે ઘરોબો ધરાવતા બિલ્ડર દર્પણ શાહની ધરપકડ, ફરિયાદીઓનો રાફડો ફાટ્યો

ભાજપનાં નેતાઓ સાથે ઘરોબો ધરાવતા બિલ્ડર દર્પણ શાહની ધરપકડ

Top Stories Gujarat Vadodara Trending
election 1 ભાજપનાં નેતાઓ સાથે ઘરોબો ધરાવતા બિલ્ડર દર્પણ શાહની ધરપકડ, ફરિયાદીઓનો રાફડો ફાટ્યો

વડોદરાના એક બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરવામાં આવી છે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ઘરોબો ધરાવતા વડોદરાના બિલ્ડર દર્પણ શાહની છેતરપીડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક જ મકાન બે અલગ અલગ વ્યક્તિને વેચીને છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કરી પાણીગેટ  પોલીસે તેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં રહેતા એક બહેને વર્ષ-૨૦૧૬ વડોદરા ખાતે દર્પણ શાહની સાઇટ  સુખધામ રેસિડેન્સીમાં  મકાન નં.૫૦૫ પસંદ કર્યુ હતું અને ૧૦.૫૧ લાખ રૃપિયામાં મકાન લેવાનું નક્કી કરી તે જ દિવસે ૫૧ હજાર આપી મકાન બુક કરાવ્યુ હતું.

election 2 ભાજપનાં નેતાઓ સાથે ઘરોબો ધરાવતા બિલ્ડર દર્પણ શાહની ધરપકડ, ફરિયાદીઓનો રાફડો ફાટ્યો

ત્યાર બાદ તા.૧૨-૦૪-૨૦૧૬ ના રોજ ૧૦ લાખ રૃપિયા આર.ટી.જી.એસ.થી ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઇને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તે દિવસથી અમે મકાનનો પ્રત્યક્ષ કબજો સંભાળી લીધો હતો. પરંતુ મકાનમાં ટાઇલ્સ બેસાડવાનું કામ બાકી હતું.જે કામ પુરૃ કરી આપવા માટે મકાનની એક ચાવી બિલ્ડરને આપી હતી.અને બીજી ચાવી બહેને પોતાની પાસે રાખી હતી.

બિલ્ડર દર્પણે એવુ કહ્યુ હતું કે,કામ  પુરૃ થઇ જશે એટલે ચાવી તમને પરત કરી દઇશ. બે વર્ષ સુધી મકાનનું કામ પુરૃ નહી થતા વર્ષ-૨૦૧૮ માં બહેન મકાન પર જોવા ગયા ત્યારે ત્યાં બીજુ ફેમિલી રહેતુ હતું. મકાનમાં રહેતા રોનિત શાહને પૂછતા તેણે જણાવ્યુ હતું કે, બિલ્ડર દર્પણ શાહ પાસેથી વર્ષ-૨૦૧૭ માં તેણે આમકાન લીધુ છે. અને એને પણ દસ્તાવેજ કરી આપ્યો છે.

આમ,દર્પણ શાહ અને તેની સુખધામ રેસિડેન્સીના ભાગીદારોએ એક જ મકાન બે અલગ અલગ વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી છે.

અમદાવાદની મહિલાએ ફરિયાદ કરતાં ધરપકડ થયાના સમાચાર સામે આવતા જ સંખ્યાબંધ લોકો દર્પણ શાહ વિરુદ્છેધ ફરિયાદ નોધાવવા બહાર નીકળી પડ્તયા છે. ઠગ દર્પણ શાહ સામે ફરિયાદ કરવાં રાફડો ફાટ્યો છે. અન્ય લોકો પણ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચ્યાં