Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?

38 વર્ષની એલિનાએ એપ્રિલ 2019માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જે પુતિનના નામ સાથે જોડાયેલા હતા.

Top Stories Photo Gallery
38 વર્ષની એલિનાએ એપ્રિલ 2019માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જે પુતિનના નામ સાથે જોડાયેલા હતા. ગર્લફ્રેન્ડ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બે માંથી એકપણ પક્ષ પીછે હઠ કરવા માટે તૈયાર નથી. આ યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર અને પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. છતાંય પુતિન ચર્ચામાં છવાયેલા રહે છે. ક્યારેક તેમના કપડાનેલાઈ તો ક્યારેક તેમના અનૌરસ સંતાન ને લઇ તો કયારેક તેમની દિકરીની ઉમરની ગર્લફ્રેન્ડ ને લઇ.

Explained: Putin's secret family life and his purported mistress Alina Kabaeva

 

પૂર્વ KGB એજન્ટ (ગુપ્તચર જાસૂસ) પુતિનની પશ્ચિમી દેશોમાં આકરી ટીકા થઈ રહી છે. યુક્રેન પર યુદ્ધની ઘોષણા બાદથી, પુતિનની ચારેબાજુથી ટીકા થઈ રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવાની હાકલ થઈ રહી છે. 69 વર્ષીય પુતિનની રાજકીય સફર વિશે મોટાભાગની બાબતો જાહેર છે, પરંતુ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી છે. પુતિન પોતાનું અંગત જીવન ગુપ્ત રાખે છે. તે આમાં કોઈપણ પ્રકારની બહારની દખલગીરીની વિરુદ્ધ છે, પરંતુ આ દિવસોમાં તેની કથિત ગર્લફ્રેન્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

Who is Alina Kabaeva, Vladimir Putin's alleged longtime lover?

પુતિનનું નામ ભૂતપૂર્વ રશિયન જિમ્નાસ્ટ અને સ્ટાર એથ્લેટ એલિના કાબેવા સાથે જોડાયેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનનો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એલિના સાથે સંબંધ હતો અને તે તેમના જોડિયા બાળકોના પિતા પણ છે. આવો જાણીએ એલિના કાબેવા વિશે બધું…

Vladimir Putin's rumoured gynmast lover Alina Kabaeva 'gives birth to twins in VIP Moscow clinic' claim reports in Russia

એક સફળ જિમ્નેસ્ટ
એલિના કાબેવા એક રશિયન રાજકારણી, મીડિયા મેનેજર અને નિવૃત્ત જિમ્નાસ્ટ છે. તેનો જન્મ 1983માં ઉઝબેકિસ્તાનમાં (તે સમયે સોવિયેત સંઘનો ભાગ હતો)માં થયો હતો. તેમનો પરિવાર રમતગમત સાથે સંકળાયેલો હતો. તેના પિતા મરાટ કાબેવા એક વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી હતા. તેના પિતાના પગલે ચાલતા, એલિનાએ પણ ત્રણ વર્ષની ઉંમરે રમતગમતમાં રસ લીધો. તેણે 2004માં એથેન્સ ગેમ્સમાં ગોલ્ડ અને 2000માં સિડનીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સફળ જિમ્નેસ્ટ્સમાંની એક હતી. તેણે તેની કારકિર્દીમાં બે ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ પણ જીત્યા હતા.

Russian President Putin's rumoured partner gives birth to twins | World News,The Indian Express

રાજકારણમાં પગ મૂકવો
જોકે, એલિનાએ જિમ્નેસ્ટિક્સમાંથી નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે 2007 થી 2014 સુધી રશિયન સંસદની સભ્ય રહી હતી અને યુનાઈટેડ રશિયન પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી હતી. સપ્ટેમ્બર 2014 માં તે રશિયાના સૌથી મોટા રાષ્ટ્રીય મીડિયા જૂથના વડા બન્યા.

Quién es Alina Kabaeva, la supuesta novia de Vladimir Putin refugiada en Suiza | Perfil

પુતિન-એલિના સંબંધો:
એલિનાનું નામ પહેલીવાર 2008માં પુતિન સાથે જોડાયું હતું, જ્યારે મોસ્કોના એક અખબારે તેને જાહેરમાં બધાની સામે મૂક્યું હતું. આ અખબાર એક મોટા મીડિયા ટાયકૂન અને KGB જાસૂસ એલેક્ઝાન્ડર લેબેડેવનું હતું. જો કે, આ સમાચાર ટૂંક સમયમાં મીડિયામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી પુતિન અને તેની પત્ની લ્યુડમિલાએ 2013માં છૂટાછેડા લીધા હતા. આ પછી પુતિન અને એલીનાના નામ ફરી જોડાવા લાગ્યા. પરંતુ એલીનાએ આ વાતને નકારી કાઢી હતી.

Where is Alina Kabaeva? Vladimir Putin's rumored girlfriend said to have given birth to twins | MEAWW

એલિના સગાઈની વીંટી પહેરેલી જોવા મળી હતી
વર્ષ 2016માં એલિના સગાઈની વીંટી પહેરેલી જોવા મળી હતી જેને તે છુપાવતી જોવા મળી હતી. આ પછી તે ફરી એકવાર ટીવી ઈન્ટરવ્યુમાં આ જ રિંગ સાથે જોવા મળી હતી. આટલું જ નહીં, એક વર્ષ પછી તે 2017માં એક ટૂર્નામેન્ટમાં પણ રિંગ પહેરીને જોવા મળી હતી. તે જ વર્ષે, તે એક ટૂર્નામેન્ટમાં તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળી હતી, ત્યારબાદ તેણીના ગર્ભવતી હોવાની અફવાઓ શરૂ થઈ હતી. એક રશિયન અખબારે સમાચાર પ્રકાશિત કર્યા અને તેમના અને પુતિન વચ્ચેના સંબંધો પર લખ્યું, પરંતુ ક્રેમલિનના અધિકારીઓએ અખબારને બંધ કરી દીધું.

Putin'in gizli sevgilisi diye tanınıyor İkiz bebek doğurduktan sonra ilk kez konuştu - Son Dakika

અહેવાલો અનુસાર, 38 વર્ષની એલિનાએ એપ્રિલ 2019માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જે પુતિનના નામ સાથે જોડાયેલા હતા. કુલાકોબ રિસર્ચ સેન્ટરનો ચોથો VIP માળ એલિના માટે ખાલી કરાવવામાં આવ્યો હતો.

Putin's 'lover' Alina Kabaeva sent to Switzerland as locals ordered to keep location secret | MEAWW

એલિના સ્વિત્ઝરલેન્ડમાં છુપાયેલી હોવાનું કહેવાય

હવે રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે તેમનું નામ આવવું એ પોતાનામાં ભારે રસનો વિષય બની ગયો છે. ખરેખર, આનું કારણ એક ઓનલાઈન પિટિશન છે. અલિના સ્વિત્ઝરલેન્ડમાં છુપાયેલી હોવાનું કહેવાય છે. એલિનાને સ્વિટ્ઝર્લેન્ડમાંથી બહાર કાઢવા માટે યુક્રેનના લગભગ 56,000 લોકોએ આ પિટિશન પર હસ્તાક્ષર કર્યા છે. આ લોકોનું માનવું છે કે સ્વિટ્ઝર્લેન્ડે એક એવી વ્યક્તિને આશ્રય આપ્યો છે જેના સાથી યુક્રેન પર ક્રૂર હુમલા કરીને નાગરિકોની હત્યા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એલિનાને ત્યાં રહેવાનો કોઈ અધિકાર નથી.

Vladimir Putin hiding Russian gymnast lover 'in Switzerland with their children' - Daily Star

એલિના પર કોઈ પ્રતિબંધ નથી

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત તેના ઘણા નજીકના નેતાઓ અને સહયોગીઓ પર વિશ્વના ઘણા દેશોએ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ એલિના પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યા નથી. 38 વર્ષની એલિના પણ વર્ષ 2015માં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ઈટાલીના શહેર લુગાનોમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. કહેવાય છે કે આ છોકરી રાષ્ટ્રપતિ પુતિનની છે. તેના દાવાની વાત કરીએ તો એવું પણ કહેવાય છે કે પુતિન ઘણી વખત એલિનાને ગુપ્ત રીતે મળ્યા છે. આ પછી, વર્ષ 2019 માં, તેણે મોસ્કોની એક હોસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યો. આ દરમિયાન હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. આ પછી પણ આ જ વાત કહેવામાં આવી હતી.

Alina Kabaeva: 5 Fast Facts You Need to Know | Heavy.com

એલીનાના નામે અનેક ખિતાબ છે

એથેન્સમાં 2004 સમર ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતીને એલિનાએ બધાને તેના ચાહક બનાવી દીધા. 2008 થી, તેમના અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના સંબંધો વિશે ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે. એલિના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ પણ રહી ચૂકી છે. તેના નામે બે ઓલિમ્પિક ગોલ્ડ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપ ટાઇટલ છે. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા બાદ તે રાજકારણમાં આવી હતી.