Not Set/ આંધી-તોફાને ફરી એકવાર સર્જ્યું મોતનું તાંડવ, ૩૩ લોકોના મોત

ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડમાં આંધી-તોફાન ફરી એકવાર મોતનું તાંડવ સર્જ્યું છે. આ બંને રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાના લીધે ૩૩ લોકોના મોત થયા છે. જેમાં 9 લોકોના મોત કેરલ ઉત્તર પ્રદેશમાં થયા છે. જયારે બિહાર અને ઝારખંડમાં 12-12 લોકોના મોત વીજળી પડવાના કારણે થયા છે. આંધી-તોફાન સમયે વીજળી પડવાના કારણે ઉન્નાવ અને કાનપુરમાં સાત લોકોના મોત […]

Top Stories Trending
thunderstorm આંધી-તોફાને ફરી એકવાર સર્જ્યું મોતનું તાંડવ, ૩૩ લોકોના મોત

ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડમાં આંધી-તોફાન ફરી એકવાર મોતનું તાંડવ સર્જ્યું છે. આ બંને રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાના લીધે ૩૩ લોકોના મોત થયા છે. જેમાં 9 લોકોના મોત કેરલ ઉત્તર પ્રદેશમાં થયા છે. જયારે બિહાર અને ઝારખંડમાં 12-12 લોકોના મોત વીજળી પડવાના કારણે થયા છે.

આંધી-તોફાન સમયે વીજળી પડવાના કારણે ઉન્નાવ અને કાનપુરમાં સાત લોકોના મોત થયા છે. મોસમ વિભાગે આગલા 24 કલાકમાં કુશીનગર, બારાબંકી, ગોરખપુર અને આજમગઢમા ફરી તોફાન આવવાની ચેતવણી આપી છે.

ઉન્નાવમાં સોમવાર સાંજે વીજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા હતાં અને ચાર લોકો ઘાયલ થયા હતાં. જયારે બીલ્હોરમાં બે લોકોના મોત વીજળી પડવાથી થયા હતાં. બુંદેલખંડ અને કાનપુરમાં સોમવારના દિવસે ભીષણ ગરમી પડી રહી હતી. ત્યારે કેટલાક જિલ્લાઓમાં આંધી-તોફાન અને સાથે સાથે કરા પડી રહ્યા હતાં. આ સમયે વીજળી પડવાથી, લૂ લાગવાથી અને દીવાલ પડવાના કારણે સાત લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

આંધી-તોફાનના કારણે કેટલીક જગ્યાઓએ ઝાડ પડી ગયા હતાં. ગયા વર્ષે આંધી-તોફાન અને વીજળી પડવાના કારણે 140 લોકોના મોત થયા હતાં.

હવામાન ખાતે આગાહી કરી છે કે આગલા 24 કલાકમાં બિહારના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન આવી શકે છે અને જોરદાર વરસાદ પણ પડી શકે છે.

આ જિલ્લાઓમાં ખાસ એલર્ટ કરાયું છે જાહેર

મુઝફ્ફરપુર, સમસ્તીપુર, વૈશાલી, પટના, દરભંગા અને આસપાસ બીજા જિલ્લાઓમાં પણ શામેલ છે. હવામાન ખાતે આગાહી કરી છે કે આગલા 24 કલાકમાં તોફાન અને વરસાદ સાથે વીજળી પણ પડી શકે છે.