Not Set/ વાપી/ ગોલ્ડ લોન આપતી કંપનીમાં 10 કરોડનું સોનુ અને રોકડ લૂંટી લૂંટારુઓ મિનિટોમાં પલાયન

વાપી શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા ઇન્ડિયા ઈન્ફો લાઇન એટલે  કે આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારાઓએ સવારે 10 વાગ્યાની આસપાસ ઑફિસના કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaamay 8 વાપી/ ગોલ્ડ લોન આપતી કંપનીમાં 10 કરોડનું સોનુ અને રોકડ લૂંટી લૂંટારુઓ મિનિટોમાં પલાયન

વાપી શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા ઇન્ડિયા ઈન્ફો લાઇન એટલે  કે આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.

લૂંટારાઓએ સવારે 10 વાગ્યાની આસપાસ ઑફિસના કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે.

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં સવારના સમયે ઓફિસ ખુલી હતી એ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીઓને  બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે 10 કરોડથી વધુના સોના અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં.

લૂંટારૂઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા.તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું.ભરચક વિસ્તારમાં ધોળા દિવસે આટલી મોટી થયેલી લૂંટને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.