banned/ કેએલ રાહુલ પર મેચમાં લાગી શકે છે બેન, જાણો શું છે કારણ

પ્લે-ઓફ માટેનો ખરો જંગ હવે એકદમ નજીક છે અને લખનૌ તેમના કેપ્ટનને ગુમાવવાનું પોસાય તેમ નથી.

Top Stories Sports
IPL 2022: KL Rahul may be banned for one match

IPL 2022ની આ સિઝનમાં ડેબ્યૂ કરનાર લખનૌ સુપર જાયન્ટ્સ 8માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં છે. કેએલ રાહુલ ના નેતૃત્વમાં લખનૌની શાનદાર સફર ચાલુ છે અને પ્લે-ઓફની રેસમાં બાકીની ટીમોને જોરદાર લડત આપી રહી છે, પરંતુ લખનૌની આ સફરને આંચકો લાગી શકે છે. જો કેપ્ટન કેએલ રાહુલ બીજી ભૂલ કરે છે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે. કેએલ રાહુલ પ્રતિબંધિત થવાની ખૂબ નજીક આવી ગયો છે.

સ્લો ઓવર રેટના કારણે રાહુલને બે વખત સજા થઈ છે અને આઈપીએલના નિયમો અનુસાર જો કેપ્ટન ત્રીજી વખત આવી ભૂલ કરશે તો તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્લે-ઓફ માટેનો ખરો જંગ હવે એકદમ નજીક છે અને લખનૌ તેમના કેપ્ટનને ગુમાવવાનું પોસાય તેમ નથી.

મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2022ની 37મી મેચમાં રાહુલને ધીમી ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે બાકીની પ્લેઈંગ ઈલેવનને 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. લખનૌની આ બીજી વખત ભૂલ હતી. આ પહેલા મુંબઈ સામે આઈપીએલની 26મી મેચમાં રાહુલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જો કે આ ભૂલ કરનાર રાહુલ એકલો નથી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પણ આ સિઝનમાં બે વખત આ ભૂલ કરી છે અને તે પણ એક મેચ માટે પ્રતિબંધિત થવાની નજીક છે. જો દોષી સાબિત થશે તો 30 લાખ રૂપિયાનો દંડ પણ લાગશે.

આ પણ વાંચો: સુરત / IPL પર સટ્ટો રમતા સટોડિયા પર પોલીસની તવાઈ

આ પણ વાંચો: સંયુક્ત આપરેશ / ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ગુજરત ATS અને કોસ્ટગાર્ડે કર્યો પર્દાફાશ, કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

111 14 કેએલ રાહુલ પર મેચમાં લાગી શકે છે બેન, જાણો શું છે કારણ