Not Set/ જવાનોના કોન્વોય વચ્ચે નાગરિકોને વાહન ચલાવવાની મંજુરી અઠવાડિયા પહેલાં જ કેમ અપાઇ: પ્રવીણ તોગડિયાનો ચોંકાવનારો આરોપ

અમદાવાદ, વીએચપીમાંથી નીકળી એએચપી નામની નવી પાર્ટીનું નિર્માણ કરનાર પ્રવિણ તોગડિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે મુલાકાત કરી હતી.તેમાં તેઓએ જણાવ્યું હતું કે લોકસભા,ઉરી અને પઠાણકોટ હુમલા બાદ હવે પુલવામામાં સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. પુલવામા હુમલા પર પ્રવીણ તોગડિયાએ એવો સવાલ ઉભો કર્યો હતો કે સીઆરપીએફના અઢી હજાર જવાનોનો કોન્વોય પસાર થતો હતો ત્યારે નાગરિકોને […]

Ahmedabad Top Stories Gujarat Trending
yyo 11 જવાનોના કોન્વોય વચ્ચે નાગરિકોને વાહન ચલાવવાની મંજુરી અઠવાડિયા પહેલાં જ કેમ અપાઇ: પ્રવીણ તોગડિયાનો ચોંકાવનારો આરોપ

અમદાવાદ,

વીએચપીમાંથી નીકળી એએચપી નામની નવી પાર્ટીનું નિર્માણ કરનાર પ્રવિણ તોગડિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે મુલાકાત કરી હતી.તેમાં તેઓએ જણાવ્યું હતું કે લોકસભા,ઉરી અને પઠાણકોટ હુમલા બાદ હવે પુલવામામાં સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે.

પુલવામા હુમલા પર પ્રવીણ તોગડિયાએ એવો સવાલ ઉભો કર્યો હતો કે સીઆરપીએફના અઢી હજાર જવાનોનો કોન્વોય પસાર થતો હતો ત્યારે નાગરિકોને આ કાફલાની વચ્ચે વાહન ચલાવવાની મંજુરી કોણે આપી હતી?અગાઉ આ મંજુરી નહોતી પરંતું અઠવાડિયા પહેલાં જ આ મંજુરી અપાઇ છે.

પ્રવીણ તોગડિયાએ એમ પણ કહ્યું કે જવાનોનો કાફલો પસાર થયો એ પહેલાં વિસ્ફોટોકો ભરેલી કાર 6 કલાક ઉભી રહી હતી.

જેમાં 42 કરતાં વધુ જવાનો શહીદ થયા છે.આમ વારંવાર ભારત પર હુમલાઓ થાય છે તે રોકાના કેમ નથી.અમેરિકાના વર્લ્ડ સેન્ટર પર હુમલો થયો ત્યારબાદ હુમલો થયો નથી.

તેઓએ અહીં રામમંદિર વિશે કહ્યું હતું કે રામમંદિર બનાવવાની જવાબદારી ભાજપ સરકારની છે.કારણ કે મંદિરના નામે ભાજપે વોટ માંગી સતા હાંસલ કરી છે.વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું હતું કે અમારી પાર્ટીના સમગ્ર દેશમાં ઉમેદવારો ઉભા રહેશે.તેમાં યુપી અને ગુજરાતની તમામ સીટો પર ઉમેદવારો ઉભા રહેશે ઉપરાંત મારી સરકાર આવશે તો એક અઠવાડિયામાં રામ મંદિર બનાવીશ. તેમજ કાશ્મીરનો પ્રશ્ન હલ કરી દઇશ.