Not Set/ દિવાળી આવતા મીઠાઈઓની બોલબાલા, મહેમાનોનું મોઢુ મીંઠુ કરાવવું પડશે મોંઘું

દિવાળીમાં માં ઘરે આવતા મહેમાનોને મો મીઠું કરવાની પરંપરા છે અને તેથી દિવાળી સમયે રંગબેરંગી મીઠાઈઓની માંગ વધી જાય છે. વેપારીઓ માટાપાયે મીઠાઇનુ ઉત્પાદન કરે છે.

Top Stories
મીઠાઈઓની માંગ દિવાળી આવતા મીઠાઈઓની બોલબાલા, મહેમાનોનું મોઢુ

દિવાળીમાં ઘરે આવતા મહેમાનોને મો મીઠું કરવાની પરંપરા છે અને તેથી દિવાળી સમયે રંગબેરંગી મીઠાઈઓની માંગ વધી જાય છે. વેપારીઓ માટાપાયે મીઠાઇનુ ઉત્પાદન કરે છે. જોકે  આ વર્ષે મીઠાઈમાં ૧૦ થી ૧૫ટકાનો ભાવ વધારો  થતાં. મીઠાઈ ખરીદવા વધુ ખર્ચ કરવો પડશે.

  • રંગબેરંગી મીઠાઈઓની બજારમાં વધી માંગ
  • દર વર્ષે કરતા વર્ષે મીઠાઈના ભાવમાં વધારો
  • મીઠાઈ ખરીદવા ખર્ચ કરવો પડશે વધુ
  • મીઠાઈના ભાવમાં 10 થી 15%નો વધારો

દિવાળી આવતા કાજુકતરી, બરફી, અંજીરરોલ, મોહનથાળ  વેગરે જેવી રંગબરંગી મીઠાઇઓને ખરીદવા ગ્રાહકોની ભીડ જામે છે, માવાની હોય કે   ડ્રાયફ્રુટ મીઠાઈ હોય કે પછી સાદીમીઠાઇ પણ તેને જોઇ મોમાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે, એમાં પણ પણ મીઠાઇને આકર્ષક ગિફ્ટબોક્સમાં પેક કરવામાં આવી હોય તો પુછવું જ શું?

મીઠાઈઓની માંગ દિવાળી આવતા મીઠાઈઓની બોલબાલા, મહેમાનોનું મોઢુ

મીઠાઈની દુકાનો ઉપારાંત મંડપ બાંધીને વેપારીઓ મીઠાઇનુ વેચાણ કરી રહ્યા છે  જોકે  આ વર્ષ ભાવ વધારાને કારણે મીઠાઈની મીઠાશ થોડી ઓછી લાગશે. ખાંડ ડ્રાયફ્રુટ સહિતના રો મટીરીયલ તેમજ પેટ્રોલ-ડીઝલ લેબર વગેરેમાં ભાવ વધારો થતાં મીઠાઈમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

ગત વર્ષે કોરોનાને કારણે ઓછી ઘરાકી નીકળી હતી. પરંતુ આ વર્ષે મીઠાઈની સારી માંગ હોવાથી વેપારીઓ ખુશ છે. ભાવ વધારો હોવા છતાં મીઠાઈ બઝારમાં તેજી જોવા મળે છે.  કૉર્પોરેટ કંપનીઓથી લઈને સામાન્ય ગ્રાહકો મીઠાઈ ખરીદી રહ્યા છે

મીઠાઈઓની માંગ દિવાળી આવતા મીઠાઈઓની બોલબાલા, મહેમાનોનું મોઢુ

 મીઠાઈના ભવ સાંભળીને ખરીદી માટે આવતો ગ્રાહક તેની આર્થીક અનુકુળતાને જોઇ વત્તા-ઓછા પ્રમાણમા ખરીદી કરે છે. દીવાળી સમયે ધરે આવતા મોધેરા મહેમાનોને મો મીઠુ કરાવવુ પડે તેમ માની ખરીદી કરે છે.

દરેક વસ્તુના ભાવમા વધારો થતા દીવાળીનો તહેવાર મનાવવો કઠીન બન્યો છે. લોકો મોધવારીની બુમો પાડે છે પણ બજારમાં ખરીદી માટે ઉમડતુ માનવમહેરામણ આ વાતની પ્રતતિ કરાવે છે કે  પોતાના બજેટને અનુરુપ ખરીદી કરીને પ્રકાશના પર્વની મજા તો અવશ્ય માણે છે.