Not Set/ વેલેન્ટાઇન ડે પર PM મોદીને શાહીન બાગથી આવ્યું આમંત્રણ, કાર્ડ પર લખ્યું- મોદીજી તુમ કબ આઓગે

શાહીન બાગમાં નાગરિકતા સુધારા અધિનિયમનો વિરોધ કરી રહેલા લોકોએ વેલેન્ટાઇન ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી રીતે આમંત્રણ મોકલ્યું છે. આ અંગેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે, ‘મોદી તુમ કબ આઓગે’. #TumKabAaoge’ હેશટેગ સાથે લખાયેલ પોસ્ટરમાં લખ્યું છે કે, “આ વેલેન્ટાઇન પર શાહીન બાગના લોકોએ વડાપ્રધાનને શાહીન […]

Top Stories India
Untitled 148 વેલેન્ટાઇન ડે પર PM મોદીને શાહીન બાગથી આવ્યું આમંત્રણ, કાર્ડ પર લખ્યું- મોદીજી તુમ કબ આઓગે

શાહીન બાગમાં નાગરિકતા સુધારા અધિનિયમનો વિરોધ કરી રહેલા લોકોએ વેલેન્ટાઇન ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી રીતે આમંત્રણ મોકલ્યું છે. આ અંગેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે, ‘મોદી તુમ કબ આઓગે’. #TumKabAaoge’ હેશટેગ સાથે લખાયેલ પોસ્ટરમાં લખ્યું છે કે, “આ વેલેન્ટાઇન પર શાહીન બાગના લોકોએ વડાપ્રધાનને શાહીન બાગ આવવા અને પ્રેમનો ઉત્સવ સાથે મળીને ઉજવવા આમંત્રણ આપ્યું છે.”

પોસ્ટરો, જે માત્ર દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઇ રહ્યું છે, આ પોસ્ટરમાં આગળ કહ્યું છે કે ‘પીએમ મોદી, કૃપા કરીને શાહીન બાગ આવો, તમારી ભેટ લઇ જાવ અને અમારી સાથે વાત કરો.’

ShaheenBaghVelentine1 વેલેન્ટાઇન ડે પર PM મોદીને શાહીન બાગથી આવ્યું આમંત્રણ, કાર્ડ પર લખ્યું- મોદીજી તુમ કબ આઓગે

શાહીન બાગનો વિરોધ

આપને જણાવી દઈએ કે વિરોધીઓ 15 ડિસેમ્બર, 2019 થી શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે અને સૂચિત ઓલ ઈન્ડિયા સિટિઝનશિપ રજિસ્ટર (એનઆરસી) પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. શાહીન બાગમાં વિરોધીઓએ નોઇડાથી દક્ષિણ-પૂર્વ દિલ્હીને સાથે જોડનાર મુખ્ય માર્ગ ઉપર તંબુ લગાવામાં આવ્યા છે, જેના કારણે અહીંથી ટ્રાફિક સંપૂર્ણ રીતે બંધ છે. શાહીન બાગ ઉપરાંત સીએમએ અને એનઆરસી વિરોધી દેખાવો ડિસેમ્બરથી જામિયા નગર, જાકીર નગર, ખુરેજી ખાસમાં પણ ચાલી રહ્યા છે.

વિરોધકારોએ વાત કરવાની કરી અપીલ

શાહીન બાગના વિરોધીઓમાંના એક સૈય્યદ તાસીર અહેમદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહ પ્રધાન અમિત શાહ અથવા અન્ય કોઈ નેતા આવીને વિરોધીઓ સાથે વાત કરી શકે છે. અહેમદે કહ્યું, “જો તેઓ અમને સમજાવી શકે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે બંધારણની વિરુદ્ધ નથી, તો અમે આ વિરોધનો અંત લાવીશું.” તેમણે કહ્યું કે સરકાર દાવો કરે છે કે સીએએ નાગરિકત્વ આપે છે અને નાગરિકત્વ છીનવી લેતું નથી. પરંતુ ‘તે દેશને કેવી રીતે મદદ કરશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.