વીજ લાઈનથી વંચિત/ મેંદરડાના ગીર ગળકિયા નેસમાં દિવાળી પહેલા અજવાળા થયા

ગળકીયા નેસ છેલ્લા ઘણા વર્ષોથી સોલાર લાઈટથી દરેક કામ ચલાવતા હતા. ગામમાં વીજળી આવે તેના માટે સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. 

Top Stories Gujarat Others
Untitled 50 1 મેંદરડાના ગીર ગળકિયા નેસમાં દિવાળી પહેલા અજવાળા થયા

મેંદરડા તાલુકાના જંગલ વિસ્તારમાં આવતા ગળકીયા નેસમાં દિવાળી પહેલા અજવાળા થયા છે. ગળકીયા નેસ છેલ્લા 75 વર્ષથી વીજ લાઈનથી વંચિત હતું. ગળકીયા નેસ છેલ્લા ઘણા વર્ષોથી સોલાર લાઈટથી દરેક કામ ચલાવતા હતા. ગામમાં વીજળી આવે તેના માટે સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી.

ત્યારે હાલ આઝાદીના 75 વર્ષે વીજળી આવતા ગળકીયા નેસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.  જેમાં પોરબંદર સાંસદ રમેશ ધડુકના હસ્તે જંગલ વિસ્તારમાં આવેલ ગડકીયાનેસમાં વીજળી લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો.  ત્યારે ગ્રામજનોએ ઉમળકાભેર સાંસદ રમેશ ધડુકનું સ્વાગત કર્યું હતું. અને પીજીવીસીએલના કર્મચારી અધિકારીઓની ઉપસ્થિતિમાં જ ગામમાં અજવાળા થતા ની સાથે જ ગ્રામજનોએ હાજર તમામ અધિકારીઓ પદ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જેમાં હજુ ગડકીયા નેસ રસ્તાથી વંચિત છે. જેમાં સાસણ રોડથી માત્ર બે કિલોમીટરનો રોડ બન્યો જ નથી ત્યારે કાર્યક્રમ દરમિયાન  રોડની પણ માંગણી કરવામાં આવી હતી ત્યારે આ ગળકિયા નેસમાં દિવાળી પહેલા જ અંજવાળા થતા તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.