Political/ કેજરીવાલનો વકફ બોર્ડ પ્રત્યેનો પ્રેમ RTI રિપોર્ટમાં બહાર આવ્યો, 101 કરોડ રૂપિયા ફાળવ્યા!

હવે ભાજપ દ્વારા AAP પર પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે કેજરીવાલે દિલ્હી વક્ફ બોર્ડને આપ્યા છે.

Top Stories India
5 33 કેજરીવાલનો વકફ બોર્ડ પ્રત્યેનો પ્રેમ RTI રિપોર્ટમાં બહાર આવ્યો, 101 કરોડ રૂપિયા ફાળવ્યા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓએ તાડમાર તૈયારીઓ કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા ચૂંટણી રસપ્રદ બની રહેશે. હાલ ભાજપ અને આપ વચ્ચે શબ્દિક યુદ્વ ચાલી રહ્યું છે. એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, ભાજપે રેવડી કલ્ચરને લઇને અરવિંદ કેજરીવાલ પર મોટો હુમલો કર્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી રહી છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના મેયર અને AIMIMના નેતાઓ વચ્ચે બેઠક થતા બંને વચ્ચે ‘ઈલુ ઈલુ’ ચાલતો હોવાનો આક્ષેપ કરાયો હતો.  હવે ભાજપ દ્વારા AAP પર પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે કેજરીવાલે દિલ્હી વક્ફ બોર્ડને આપ્યા છે.

ભાજપના સ્ટેટ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, RTI દ્વારા ખુલાસો થયો છે. રેવડીકિંગ અરવિંદ કેજરીવાલે 101 કરોડ   જનતાના પૈસા વક્ફ બોર્ડને આપી દીધા છે. પાછલા એક વર્ષમાં 62 કરોડથી વધારે આપવામાં આવ્યા છે. ક્યાં ક્યાં રેવડી વહેંચી છે? દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ આપના ધારાસભ્ય અમાનંતુલ્લા ખાન છે. આ સાથે ટ્વીટમાં તેમણે RTIની એક ડિજિટલ કોપીને પણ અટેચ કરી છે.