maldives/  માલદીવમાં કેમ દાખલ થયું હતું ડ્રેગનનું રિસર્ચ જહાજ?

શ્રીલંકાએ પોતાના જળ ક્ષેત્રમાં મંજુરી ન આપતા જહાજ રવાના થયું

Top Stories World
YouTube Thumbnail 2024 02 28T200730.282  માલદીવમાં કેમ દાખલ થયું હતું ડ્રેગનનું રિસર્ચ જહાજ?

@નિકુંજ પટેલ

ચીનનું રિસર્ચ જહાજ માલદીવથી રવાના થી ગયું છે. માલદીવમાં દાખલ થતા પહેલા  ચીનનું રિસર્ચ જહાજ શ્રીલંકામાં દાખલ થવાની કોશિષ કરી રહ્યું હતું. પરંતુ શ્રીલંકાએ પોતાના જળ ક્ષેત્રમાં ચીનના આ જહાજને દાખલ થવા દીધું ન હતું. સાથે સાથે પોતાના વિસ્તારમાં વિદેશી રિસર્ચ જહાજોની એન્ટ્રીમાં એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

ચીનના આ રિસર્ચ જહાજ માલદીવ પહોંચવાની સાથે જ જાત જાતના સવાલો ઉભા થયા છે. આખરે ચીની જહાજ માલદીવ કેમ આવ્યું હતું? તેના માટે એમ કહેવામાં આવ્યુંછે કે ચીની જહાજ જીયાંગ યાંગ હોગ-3 પોતાના કર્મચારીઓના રોટેશન અને પુન:પુર્તિ માટે એક પોર્ટ કોલ કરવા માટે માલદીવ આવ્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈએ adhadhu.com દ્વારા જણાવ્યું છે કે 22 ફેબ્રુઆરીએ ડોકીંગ બાદ જીયાંગ યાંગ હોંગ 03 જહાજ માલદીવના વિશેષ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) ની સીમા પર પરત આવ્યું છે. જોકે માલે બંદરથી ગયા બાદ ટ્રેકિંગ સાઈટોએ બે દિવસ પહેલા હુલહુમાલે પાસે જહાજનો આખરી સંકેત દર્શાવ્યો છે.

હુલહમાલે માલે બંદરેથી અંદાજે 10 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં છે. જહાજ 23 ફેબ્રુઆરીના રોજ માલેના પશ્ચિમમાં લગભગ 7.5 કિલોમીટર દૂર થિલાકુશીમાં રોકાયું હતું. રિપોર્ટ મુજબ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે જહાજે 22 જાન્યુઆરીએ માલેના રસ્તા પર ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી હશે.

જીયાંગ યાંગ હોંગ 03 ને 2018માં ચીનના રાજ્ય મહાસાગરીય પ્રશાસન (એસઓએ) ના બેડામાં સામેલ કર્યું હતું. આ જહાજની લંબાઈ 100 મીટર અને વર્તમાનમાં તેનું વજન 4,500 ટન છે. ચીન 2019 થી આ જહાજનો ઉપયોગ ડિસ્ટેંટ વોટર અને ડીપ સી સર્વે માટે કરે છે.

તે પહેલા 5 જાન્યુઆરીએ શ્રીલંકાએ ચીની જહાજને પોતાના જળ ક્ષેત્રમાં દાખલ થવા દીધું ન હતું. આ સાથે જ શ્રીલંકાએ પોતાના જળ ક્ષેત્રમાં વિદેશી રિસર્ચ જહાજોના પ્રવેશ પર વર્ષ ભર માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા