કચ્છ/ સરકારનું બુલડોઝર ફરી વળ્યું, ભુજના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સરહદી વિસ્તારમાં આવેલા ખાવડામાં ગેરકાયદેસર બાંધકામોમાં મદ્રેસા તરીકે ઉપયોગ થતો હતો તેના પર કચ્છ વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 09T185844.196 સરકારનું બુલડોઝર ફરી વળ્યું, ભુજના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા

@મહેન્દ્ર મારૂ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સરહદી વિસ્તારમાં આવેલા ખાવડામાં ગેરકાયદેસર બાંધકામોમાં મદ્રેસા તરીકે ઉપયોગ થતો હતો તેના પર કચ્છ વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. અગાઉ પણ મદ્રેસાના બાંધકામના વિવાદ મામલે ચર્ચામાં રહેલું ખાવડા ફરી ચર્ચાઓમાં આવ્યું છે. ત્યારે આજે વધુ 8 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે કચ્છના ખાવડા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા મદ્રેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકારી જમીન પર ચણવામાં આવેલા 3 મદ્રેસા જમીનદોસ્ત કરવામાં આવ્યા બાદ વધુ આજે 8 જેટલાં કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા હતાં

આ કાર્યવાહી અંગે કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રસીદ સમાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ ચાર મદ્રેસા તોડ્યા હતા એ સમયે નોટિસ આપવામાં આવી હતી પરંતુ ગઈકાલે જે કાર્યવાહી કરવામાં એમાં અમને નોટિસ આપવામાં આવી નહોતી. આકારણી પર બાંધકામ કરવામાં આવે એને તંત્ર અમાન્ય ગણે છે તો એ જ પ્રકારે અન્ય ધાર્મિક બાંધકામો પણ થયેલા છે એને તોડવામાં આવતા નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ ગઈકાલે થયેલ દબાણ કામગીરી અંગે ભુજ પ્રાંત સાથે વાત કરતા મદ્રેસા તોડી પાડવાની વાત અંગે સમર્થન આપતાં જણાવ્યું હતું કે ખાવડા મધ્યે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ખાવડા મધ્યે તોડી પડાયેલ ગેરકાયદેસર બાંધકામોમાં મદ્રેસા તરીકે તેનો ઉપયોગ થતો હતો તેવું હાલ અમારા ધ્યાને આવ્યું છે. કોઈપણ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ કામગીરી તંત્ર દ્વારા કરાઈ નથી. સુરક્ષા હેતુસર હાલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. કોઈ પણ વ્યક્તિઓએ ખોટી અફવાઓમાં આવીને ભરમાવું નહીં તેવી ખાસ અપીલ પણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતકાલે ભુજ તાલુકાના કોટડા (ખાવડા) વિસ્તારમાં 3 મદ્રેસાને જમીન ધ્વસ્ત કરાયા બાદ વધુ તંત્રની કાર્યવાહી દ્વારા આજે 8 જેટલાં પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’

આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા