હવામાન વિભાગ/ વેસ્ટર્ન-ડિસ્ટબર્ન્સ પાસ થતા બે દિવસથી તાપમાનનો પારો પટકાતાં,મિશ્ર ઋતુનો અહેસાસ થશે

 રાજયના તમામ શહેરોમાં હવે લધુતમ તાપમાનનો પારો ડબલ ડિઝીટમાં પહોંચી ગયો છે.

Gujarat
Untitled 67 વેસ્ટર્ન-ડિસ્ટબર્ન્સ પાસ થતા બે દિવસથી તાપમાનનો પારો પટકાતાં,મિશ્ર ઋતુનો અહેસાસ થશે

રાજય’માં   હવે શિયાળાની સિઝન પૂર્ણતાના આરે છે. છેલ્લા ચારેક દિવસથી વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થઇ રહ્યા છે. જયારે બપોરના સુમારે ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી વેસ્ટર્ન ડિસ્બન્સ પાસ થઇ રહ્યું હોવાના કારણે છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો:NSEના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુંસાર હવે શિયાળાની સિઝન વિદાય લેવામાં છે આગામી ર0મી સુધી શહેરમાં લધુતમ તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી સેલ્શીયસ વચ્ચે રહેશે ત્યારબાદ લધુતમ તાપમાન ર0 ડિગ્રીએ પહોંચી જશે હવે મહત્તમ તાપમાનનો પારો તો 32ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ક્રમશ: લધુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાંતો રહેશે અને ઠંડીના જોરમાં ઘટાડો થશે એકાદ મહિના સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ઉનાળાનો આકરા તડકા પડવાનું શરુ થઇ જશે.

આ પણ  વાંચો;panjab election / ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિતનાં નેતાઓ AAPમાં જોડાયા

રાજયના તમામ શહેરોમાં હવે લધુતમ તાપમાનનો પારો ડબલ ડિઝીટમાં પહોંચી ગયો છે.વહેલી સવારે અને મોડી રાતે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે તેવી ઠંડી પડે છે જયારે બપોરે પંખા અને એસી ચાલુ રાખવી પડે તેવી ગરમીનો અહેસાસ થઇ રહ્યા છે.