Not Set/ રાજકોટ કલેકટરનું કૌભાંડ / પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રચાર અર્થે બેફામ રુપયા વેર્યા….

રાજકોટ કલેકટરનું કૌભાંડ આવ્યું સામે પ્રજાસત્તાક દિનની ઉજવણીનું કૌભાંડ રાજકોટ કલેકટરની સહીવાળા અપાયા ચેક 50-50 હજાર રૂપિયાનાં 8 પત્રકારોને અપાયા ચેક સ્થાનિક અખબારમાં અહેવાલ થયો પ્રસારિત એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં […]

Top Stories Gujarat Rajkot
email 2 રાજકોટ કલેકટરનું કૌભાંડ / પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રચાર અર્થે બેફામ રુપયા વેર્યા....
  • રાજકોટ કલેકટરનું કૌભાંડ આવ્યું સામે
  • પ્રજાસત્તાક દિનની ઉજવણીનું કૌભાંડ
  • રાજકોટ કલેકટરની સહીવાળા અપાયા ચેક
  • 50-50 હજાર રૂપિયાનાં 8 પત્રકારોને અપાયા ચેક
  • સ્થાનિક અખબારમાં અહેવાલ થયો પ્રસારિત

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ કોંગ્રેસે તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ હતી. મીડિયામાં આ કાર્યક્રમના સારા પ્રચાર માટે 8 સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહી વાળા ચેક અપાયા હોવા છતાં કલેક્ટર એવો દાવો કરી રહ્યા છે કે બધુ નિયમાનુસાર થયું છે.

કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના 8 અખબારોના પત્રકારોને લાંચ પેટે રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું છે. ઉજવણીને લઈને સારુ લખવા માટે પત્રકારોને ચેક અપાયા હોવાની વાતોના વમળ ઉડ્યા હતા. કલેક્ટર રમ્યા મોહનની સાઈન કરેલા ચેક વાયરલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.