Not Set/ રાજકોટ: ઝડપાઇ લૂંટેરી ગેંગ, લોકોને ઘેની પ્રવાહી પીવડાવી કરતા હતા લૂંટ

રાજકોટ, રાજકોટ શહેરમાં મુસાફરના સ્વાંગમાં રીક્ષા ફેરવતી અને લોકોને ઘેની પ્રવાહી પીવડાઈ લૂંટી લેતી સગીર સહિતની બેલડીને ભક્તિનગર પોલીસે દબોચી લઇ રાજકોટ, શાપર અને ગોંડલના આંઠ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા. મોરબીના મોડપર ગામે રહેતા ખોડાભાઈ રૈયાભાઈ પાંચિયા નામના વૃદ્ધને ભૂતખાના ચોકમાંથી રિક્ષામાં બેસાડી ઘેની ચા પીવડાવી બેભાન કરી અટિકા ફાટક પાસે ફેંકી દઈ રોકડા 2100 […]

Gujarat Rajkot
01 20 રાજકોટ: ઝડપાઇ લૂંટેરી ગેંગ, લોકોને ઘેની પ્રવાહી પીવડાવી કરતા હતા લૂંટ

રાજકોટ,

રાજકોટ શહેરમાં મુસાફરના સ્વાંગમાં રીક્ષા ફેરવતી અને લોકોને ઘેની પ્રવાહી પીવડાઈ લૂંટી લેતી સગીર સહિતની બેલડીને ભક્તિનગર પોલીસે દબોચી લઇ રાજકોટ, શાપર અને ગોંડલના આંઠ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા.

મોરબીના મોડપર ગામે રહેતા ખોડાભાઈ રૈયાભાઈ પાંચિયા નામના વૃદ્ધને ભૂતખાના ચોકમાંથી રિક્ષામાં બેસાડી ઘેની ચા પીવડાવી બેભાન કરી અટિકા ફાટક પાસે ફેંકી દઈ રોકડા 2100 અને 1.20 લાખના દાગીના લૂંટી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા આ ગુનાનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ભક્તિનગર પીઆઇ વી કે ગઢવી, પીએસઆઇ પી એમ ધાખડા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી.

rajkot gang 1 રાજકોટ: ઝડપાઇ લૂંટેરી ગેંગ, લોકોને ઘેની પ્રવાહી પીવડાવી કરતા હતા લૂંટ

દરમિયાન રીક્ષા નંબર આધારે પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા ભભલું સોલંકીના ઝૂંપડામાં વેશપવલતો કરી જડતી લેતા ત્યાં એક ટેણીયો મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા આ ટેણીયાએ ઝૂંપડામાં દોઢ ફૂટ ઊંડો ખાડો કરી દાટેલા દાગીના કાઢી આપ્યા હતા જેથી પોલીસે ભભલું ઉર્ફે રમેશ સોલંકી અને સગીરને સકંજામાં લઇ રોકડા 2100, કમરનો ચાંદીનો કંદોરો, હાથની ચાંદીની રાખડી, કાનમાં પહેરતા સોનાના બે નંગ અને બે સોનાની ભૂંગરીયું સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો.

rajkot gang 2 રાજકોટ: ઝડપાઇ લૂંટેરી ગેંગ, લોકોને ઘેની પ્રવાહી પીવડાવી કરતા હતા લૂંટ

આ ટોળકી મુસાફરનો બેસાડી ચા કે કોલ્ડ્રિંક્સમાં નશીલો પદાર્થ ભેળવી મુસાફરોને પીવડાવી બેભાન કરી લૂંટી લેતા હતા આ ટોળકીએ કંસારા બજારમાં એક વૃદ્ધા પાસેથી 1500, શાપર પાસે સફાઈ કામદાર પાસેથી 6000, ગોંડલમાં 1200, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાંદીની લક્કી અને 2000, હુડકો ચોકડી પાસે 1200, માધાપર ચોકડી પાસે 2000, મવડી ગામ પાસે 1500 અને દેવપરા શાક માર્કેટ પાસે 10 હજાર લૂંટી લીધા હોવાની કબૂલાત આપી હતી.