રાજ્યમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વધુ પરસેવો પડે તેવી આગાહી કરી છે.હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં રાજ્યમાં હિટવેવ પડશે.
ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળશે. એ સિવાય સુરેન્દ્રનગરમાં પણ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના સૂત્રોના કહેવા પ્રમાણે,રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ને પાર જશે.
હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવની આગાહી કરી છે,ખાસ કરીને સુરત અને વલસાડમાં હિટવેવ ની આગાહી કરી છે.