lumpy virus/ જૂનાગઢમાં લંમ્પી વાયરસથી 9 ગાયોના મોત થતા ખળભળાટ

રાજ્યમાં પશુઓમાં લંમ્પી વાયરસનો રોગ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે, આ વાયરસનો કહેર સૈાથી વધારે જૂનાગઢમાં હાલ જોવા મળી રહ્યો છે,

Top Stories Gujarat
20 જૂનાગઢમાં લંમ્પી વાયરસથી 9 ગાયોના મોત થતા ખળભળાટ
  • પશુઓમાં લંમ્પી વાયરસનો કહેર વધ્યો
  • જુનાગઢ મનપા દ્વારા રાખેલી ગાયોના નિપજ્યા મોત
  • વિવેકાનંદ ગ્રાઉન્ડમાં રાખેલી ગાયોના મોત
  • હાલ ઘટના સ્થળે 30 થી વધુ ગાયોની ચાલે છે સારવાર
  • રિયાલિટી ચેકમાં ગાયોના મૃતદેહ રઝળતા દેખાયા
  • તબીબે ગણતરી કરતા 9 થી વધુ ગાયોના મૃતદેહ

રાજ્યમાં પશુઓમાં લંમ્પી વાયરસનો રોગ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે, આ વાયરસનો કહેર સૈાથી વધારે જૂનાગઢમાં હાલ જોવા મળી રહ્યો છે, જૂનાગઢમાં પશુઓમાં લંમ્પી વાયરની ઝપેટમાં છે, આનો કહેર પ્રતિદિવસ વધી રહ્યા છે. આ રોગોથી પીડિત ગાયોને જૂનાગઢ મહાનગર પાલિકાએ જાળવણી અને રોગની સારવાર અર્થે ગાયોને વિવેકાનંદ ગ્રાઉન્ડ પર રાખવામાં આવી હતી . આ સ્થળ પર પશુઓની સારવાર ચાલી રહી છે. હાલ 30 ગાયોની સારવાર ચાલી રહી છે , આ રોગથી હાલ 9થી વધુ ગાયોના મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તબીબે ગણતરી કરતા 9 ગાયોના મોતની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક જિલ્લામાં લંમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો  છે,જેનાથી રાજ્યમાં અનેક ગાયોનો મોત થઇ રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. હાલ લંમ્પી વાયરને નિયત્રણ લેવા માટે સરકાર અસરારક પગલા લઇ રહી છે.