Viral Video/ ઈરાકમાં એક વ્યક્તિએ પુત્રના મોઢામાં સિગારેટ મૂકી , દબાવ્યું AK 47 નું ટ્રિગર, શું થયું? જુવો વીડિયો

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈરાકના અલ મુથન્નામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. પિતાની શૂટિંગ પ્રેક્ટિસનો વીડિયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્ય્પો છે.

Top Stories Videos
Untitled 5 1 ઈરાકમાં એક વ્યક્તિએ પુત્રના મોઢામાં સિગારેટ મૂકી , દબાવ્યું AK 47 નું ટ્રિગર, શું થયું? જુવો વીડિયો

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈરાકના અલ મુથન્નામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. પિતાની શૂટિંગ પ્રેક્ટિસનો વીડિયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્ય્પો છે. વીડિયોમાં એક પિતા તેના પુત્ર પર ગોળીબારની પ્રેક્ટિસ કરતા જોવા મળે તેનો પુત્ર ગોળીબારપહેલા જ નાસી છૂટ્યો હતો.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચોંકાવનારી ક્લિપ દક્ષિણ ઇરાકની છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વાત શેર કરી છે અને પોલીસ પાસે વ્યક્તિની ધરપકડ કરવાની માંગ કરી છે. ફાયરિંગમાં પોતાનું કૌશલ્ય બતાવવા માટે તેણે સિગારેટને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. વીડિયોમાં તેનો દીકરો મોઢામાં સિગારેટ ફસાવીને કેમેરાની સામે ઊભો જોવા મળે છે. માણસ પાછળની તરફ વળે છે અને બેસીને સિગારેટ તરફ ઇશારો કરે છે. ગોળીએ અડધી સિગારેટ ઉડાડી દીધી.

 

નિર્દોષ છોકરો ગોળીનો અવાજ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે અને તેને મોંમાં ફસાયેલી સિગારેટ બહાર કાઢતો બતાવે છે. આ પછી માણસ પોતે આવે છે અને કેમેરામાં નજીકથી બતાવે છે કે ગોળીએ અડધી સિગારેટ ઉડાડી દીધી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને સ્થાનિક પ્રશાસનને આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહી રહ્યા છે.

લોકોએ કહ્યું- હત્યાનો પ્રયાસ

કેટલાક લોકો તેને ‘હત્યાનો પ્રયાસ’ કહી રહ્યા છે. યુઝર્સે કહ્યું કે બાળકોને આવી જોખમી ગેમ્સમાં ક્યારેય સામેલ ન કરવું જોઈએ. જો કે, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ વ્યક્તિ સામે શું પગલાં લેવામાં આવ્યા છે તે જાણવા મળ્યું નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈરાકના અલ મુથન્નામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.