અમદાવાદ/ જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…

સ્પામાં કામ કરતી યુવતીનાં અન્ય યુવકો સાથે સંબંધ હોવાથી પતિ સાથે લીધા તલાક, પતિએ માતાને જાણ કરતા કરી મારામારી

Ahmedabad Gujarat
જુહાપુરામાં

અમદાવાદનાં જુહાપુરામાં એક કાતીલ હસીનાએ પોતાનાં પુરુષ મીત્રો સાથે પતિનાં ઘરમાં ઘુસીને તેને માર મારીને તલાકનાં નોટરાઈઝ કાગળો સળગાવી નાખ્યા હોવાની ધટના બની છે. જુહાપુરાનાં ફતેવાડીમાં આવેલા ઓવેસ એવન્યુમાં રહેતા સાહિલ શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પત્ની અસીલાખાન તેમજ મોહસીન અને એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવકનાં લગ્ન 2015 માં દિલ્હીમાં રહેતી અલીશાખાન સાથે થયા હતા.લગ્ન જીવનમાં તેઓને સંતાનમાં તેમને દીકરી અને દીકરો છે. જોકે બંને વચ્ચે મન મેળ નહીં છેલ્લાં એક વર્ષથી અલીશાખાન બંને બાળકો સાથે અલગ રહે છે. અલીશાખાન શ્યામલ પાસે આવેલા સીગ્મા આઈકોનમાં સ્પામાં ચલાવે છે. પતિ પત્નિ બંને એક બીજાની સંમતીથી છૂટા થયા હોવાથી અલગ અલગ સમયે તલાક આપ્યા હતા. દરમિયાન ફરિયાદી સાહિલે વકીલ પાસે સ્ટેમ્પ પેપર ઉપર તલાકનામાનું નોટરાઈઝ કરાવ્યું હતું.

આ પણ વાંચો :કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…

21મી જાન્યુઆરીએ સવારે સાહિલે તેનાં સાળા અને સાસુ સાથે ફોન ઉપર વાત કરીને અલીશાખાન સાથે તલાક લઈ લીધા હોવાની જાણ કરી હતી. જે બાદ સાંજે અલીશાખાને સાહિલને ફોન કરીને કપડાં લેવા આવવાની વાત કરી હતી. જે બાદ અલીશાખાન પોતાની સાથે મોહસીન તેમજ એક અજાણ્યા માણસને લઈને આવી હતી અને ઝઘડો કરી અલીશાખાને સાહિલને કહ્યું હતુ કે, તેં આપણા તલાકની વાત મારી મમ્મીને કહીને ખોટુ કર્યુ. તેમ કહીને ત્રણેયે સાહિલ સાથે મારા મારી કરી હતી.

અલીશાખાને  એટલામાં ન અટકી બેડરૂમમાં જઈ તલાકના નોટરાઈઝ કાગળો ફાડી નાખી ગેસ ઉપર સળગાવી દીધા હતા. અને બાદમાં જો કે આ ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા અને જતા પહેલા અલીશાખાને સાહીલને કહ્યું હતું કે આજે તો કાગળો સળગાવ્યા છે હવે પછી તને પણ સળગાવીને  જાનથી મારી નાખીશ.જેથી યુવકે આ અંગે વેજલપુર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાને ઝડપવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજકોટમાં પતિએ પત્ની હત્યા કરી કર્યું એવું કે.. બધા રહી ગયા દંગ

આ પણ વાંચો :જન્મદાતા જ બન્યા યમરાજ, પિતાને બેદરકારીના લીધે ત્રણ વર્ષની દીકરીનું મોત

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી કેવી હશે, આવો જાણીએ

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર સહિત 3 પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું રૂ. 35.62 કરોડનું બિલ બાકી , વિજ જોડાણ કાપવાની નોટીસ ફટકારાતા