Pride/ વિરુપરનો જય જયકાર..!! હસ્તકલા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં સોલંકી પરિવારનો વાગ્યો ડંકો

વિરુપરનો જય જયકાર..!! હસ્તકલા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં સોલંકી પરિવારનો વાગ્યો ડંકો

Ahmedabad Top Stories Gujarat Others
kite festival 21 વિરુપરનો જય જયકાર..!! હસ્તકલા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં સોલંકી પરિવારનો વાગ્યો ડંકો

@નિલેશ મારૂ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આત્મનિર્ભર બનવાનું સૂત્ર આપેલ છે. તે સૂત્રને વિરપુરના સોલંકી પરીવારે પોતાની હસ્તકલા મારફત સાકાર કરી પરીવાર આત્મનિર્ભર બન્યો અને અન્યોને પણ આત્મનિર્ભર બનાવી રાજ્ય કક્ષાનું હસ્તકલાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું.

  • રાજ્યકક્ષાએ વીરપુરને અપાવ્યું ગૌરવ
  • એક લાખ રૂપિયાનું ઇનામ અને શિલ્ડ મેળવ્યું

વીરપુર એટલે સંત જલારામબાપાનું ગામ કે જયાંનો રોટલો જગતભરમાં વિખ્યાત છે. હવે આ રોટલા સાથે ગામના એક પરીવારની હસ્તકલાની કારીગરી પણ જગવિખ્યાત બની ગઈ છે. શોપીસ માટે શંખ પર ભગવાનના જુદાજુદા ચિત્રો બનાવ્યા તેમાં   ગણપતિજીનું ચિત્રની કોતરણી માટે તેમની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે તેઓએ મોકલેલ જે કૃતિ ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજયકક્ષાના મેળાવડામાં પ્રથમ નંબરે આવતા ધ્રોલ ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અમિતભાઇનું શાલ ઓઢાડી સન્માન કરી એક લાખ રોકડા તેમજ પ્રથમ નંબરનું શિલ્ડ આપ્યું.

  • વર્ષોથી હસ્તકલા સાથે સંકળાયેલો છે પરિવાર
  • સમગ્ર પરિવાર હવે હસ્તકલા ક્ષેત્રમાં જોડાયું

સોલંકી પરીવાર જેના વડીલ અશોકભાઈએ વીસેક વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને છીપલામાંથી ઘરના સુશોભનની તેમજ મહિલાઓના આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. આ કામગીરીમાં ધીમેધીમે તેમના પૂરો પરીવાર જોડાતો ગયો. જેમાં તેમના મોટા પુત્ર અમિતભાઇ શંખ પર બારીક નકશીકામની કામગીરી શીખ્યા.  હસ્તકલાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં વીરપુરના અમિતભાઇના ચિત્રને પ્રથમ પારિતોષિક મળતા સમગ્ર વીરપુરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.

  • આત્મનિર્ભર ભારતના સૂત્રને કર્યું સાકાર
  • ગામની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી

પરીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનાવના સૂત્રને તો સાકાર કર્યું જ સાથોસાથ આ હસ્તકલાની કામગીરીમાં ગામની અન્ય મહિલાઓને રોજગારી આપી તેઓને પણ આત્મનિર્ભર બનાવી છે.