અરવલ્લી/ ગૌચરની જમીનના સર્વેમાં તફાવત, ગ્રામજનો વચ્ચે વિવાદ

 અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ના રામપુર ગામની સીમમાં આવેલ ગૌચર ની જમીનમાં સર્વે માં મોટો તફાવત આવતા ગૌચરની જમીનમાં વિવાદ સર્જાયો છે.

Gujarat Others Trending
ગૌચર જમીન

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રામપુર ગામની સીમમાં આવેલી ગૌચર જમીન ના સર્વેમાં તફાવત જોવા મળતા વિવાદ સર્જાયો છે. વર્ષ 2020માં આ જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેમાં મોટો તફાવત આવતા ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેકટરને લેખિતમાં વાંધા અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો આમને-સામને આવી ગયા છે.

  • અરવલ્લીમાં ગૌચર જમીનનો વિવાદ
  • ગ્રામજનો વચ્ચે વિવાદ થતાં 33 સામે ફરિયાદ

 અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ના રામપુર ગામની સીમમાં આવેલ ગૌચર ની જમીનમાં સર્વે માં મોટો તફાવત આવતા ગૌચરની જમીનમાં વિવાદ સર્જાયો છે.  રામપુર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન માં વર્ષ 2020 માં સર્વે કરવામાં આવ્યો હતો જે સર્વેમાં મોટો તફાવત સામે આવતા ગ્રામજનો એ અરવલ્લી જિલ્લા કલેકટર ને લેખિતમાં વાંધા અરજી આપેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ગ્રામ જનો અને ગૌચરની જમીનની બાજુમાં ખેતર ધરાવતા ખેડૂત અને ગ્રામજનો આમને – સામને આવી ગયા છે.

 ખેડૂત દ્વારા ગૌચરની જમીન માં કબજો કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂત આમને સામને આવતા 33 ગ્રામજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગૌચરની જમીન પર કબજો કરવાના હેતુ થી ગ્રામજનો ને હેરાન કરવા ખોટી ફરિયાદો કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રી સર્વે કરવામાં નહિ આવે તો ગ્રામજનો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અફઘાનિસ્તાન / પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ તાલિબાન સાથે હાથ મિલાવ્યા

પ્રતિબંધ / ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ

વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ સાથે મોબાઇલને કરી શકશે ઓપરેટ

હેકરને તે જ કંપનીમાં નોકરી મળી જ્યાંથી ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હતી

સેમસંગ આપશે 50,000 યુવાનોને તાલીમ અને રોજગારી, NSDC સાથે MOU સાઇન કર્યા