અકસ્માતમાં મોત/ રાજકોટ લીંબડી હાઈવે પર અકસ્માતમાં બેના કરૂણ મોત

રાજકોટ લીંમડી નેશનલ હાઈવે પર પંક્ચર પડેલી એક ટ્રક રસ્તા પર સાઈડમાં ઉભી રહી હતી. દરમિયાન પાઠળથી પુર ઝડપે આવી રહેલી અન્ય ટ્રક આ ટ્રકને પાછળથી ટકરાઈ હતી.

Gujarat Others
રાજકોટ લીંબડી હાઈવે પર અકસ્માતમાં બેના કરૂણ મોત

રાજકોટ લીંબડી નેશનલ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. પંકચર થતા ઉભી રહેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

રાજકોટ લીંમડી નેશનલ હાઈવે પર પંક્ચર પડેલી એક ટ્રક રસ્તા પર સાઈડમાં ઉભી રહી હતી. દરમિયાન પાઠળથી પુર ઝડપે આવી રહેલી અન્ય ટ્રક આ ટ્રકને પાછળથી ટકરાઈ હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર અર્થે તેને નજીક ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અકસ્માતના આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Surat/સુરતમાં હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર,કડોદરાના શેઢાવમાં બનેલો હત્યાવો બનાવ

આ પણ વાંચો:ભાવનગર/ગારીયાધારમાં એસટીના કંડક્ટરને દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર, હુમલામાં કંડક્ટરને ગંભીર ઈજા પહોંચી

આ પણ વાંચો:Polo Forest/પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું