Surat/ સુરતમાં હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર,કડોદરાના શેઢાવમાં બનેલો હત્યાવો બનાવ

સુરતના કડોદરામાં એક હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર મચી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ આ જવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Surat
હત્યા

સુરતના કડોદરામાં એક હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર મચી છે. બાઈક પર આવેલા ત્રણ શક્સોએ આ જવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કડોદરા ખાતે શેઢાવમાં આ બનાવ બન્યો હતો. જેમાં હોમગાર્ડના જવાન કિશન રાઠોડની હત્યા કરવામાં આવી હતી. આમલેટની લારી પર ઉભા રહેલા આ જવાનની કોઈ કારણસર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ હત્યા કરી નાંખી હતી. મૃતક જવાન કિશન રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. જોકે હત્યાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું.

આ બનાવની જાણ થતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:ભાવનગર/ગારીયાધારમાં એસટીના કંડક્ટરને દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર, હુમલામાં કંડક્ટરને ગંભીર ઈજા પહોંચી

આ પણ વાંચો:Polo Forest/પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

આ પણ વાંચો:અકસ્માત/સુરતમાં કાળમુખી સીટી બસે ફરી અકસ્માત સર્જ્યો,એક જ પરિવારના 3ને અડફેટે લીધા