Not Set/ ઘઉંના વાવેતરમાં 50 ટકા કરતા વધુનો ઘટાડો, ભાવમાં વધારો થાય તેવી સંભાવના

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે જોઇએ તેવો વરસાદ થયો નથી. પૂરતો વરસાદ ન પડવાના કારણે તેની વિપરીત અસર શિયાળુ પાકના વાવેતરની ઉપર પડી છે. હાલ રાજ્યમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તેમ છતાં હજુ પણ ૬૦ ટકા જેટલા શિયાળુ પાકનું વાવેતર ઘટી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં ઘઉંના ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે અને ઘઉંના […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Trending Business
Chances of a rise in prices of wheat, due to more than 50% fall in wheat plantation

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે જોઇએ તેવો વરસાદ થયો નથી. પૂરતો વરસાદ ન પડવાના કારણે તેની વિપરીત અસર શિયાળુ પાકના વાવેતરની ઉપર પડી છે. હાલ રાજ્યમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તેમ છતાં હજુ પણ ૬૦ ટકા જેટલા શિયાળુ પાકનું વાવેતર ઘટી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં ઘઉંના ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે અને ઘઉંના પાકના વાવેતરમાં 50 ટકા કરતા વધુનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ વર્ષે ઉનાળામાં ભરવાના થતા બારમાસી ઘઉંની ખરીદી ગૃહિણીઓને મોંઘી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ઘઉંના ઓછા ઉત્પાદનના પગલે ઘઉંના ભાવમાં વધારો થાય તે બાબત સુનિશ્ચિત બની છે.

ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરની સમય મર્યાદા પૂરી થવા આવી છે, ત્યારે એક તરફ ઓછા વરસાદ અને બીજી તરફ શિયાળાની સિઝન પણ હજુ પૂરતા પ્રમાણમાં જામી નથી. આ બંને પરિબળોની પ્રતિકૂળ અસરને કારણે શિયાળુ પાકનું વાવેતર સામાન્ય કરતા અડધોઅડધ થયું હોવાનું જાણવા મળ્યું છે.

જેના કારણે કેટલાક પાકોના વાવેતરમાં ૭૦ ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો હોવાનું જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં મસાલા, કઠોળ અને અનાજના જથ્થામાં ગંભીર અછતની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના કારણે અનાજ, કઠોળ અને મસાલાના ભાવોમાં વધારો થાય તેવી શક્યતા વધી ગઈ છે.

રાજ્યમાં આ વખતે આ સિઝનમાં ઘઉંનું વાવેતર ૬૦ ટકા જેટલું ઘટ્યું છે જયારે ધાણા, જીરુ, ચણા, રાયડો વગેરે જેવા પાકોના વાવેતરમાં પણ સૂચક રીતે ઘટાડો થયો છે. ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનના મામલમાં ગુજરાત દેશમાં સાતમાં (7માં) સ્થાન ઉપર છે.

Chances of a rise in prices of wheat, due to more than 50% fall in wheat plantation
mantavyanews.com

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના કુલ ઉત્પાદનના ૩.પ ટકા ઘઉંનું વાવેતર ગુજરાતમાં થાય છે. જેમાં સૌથી વધુ ઘઉંનો ઉપયોગ ગુજરાતમાં થાય છે. જ્યારે દુરમ ઘઉં મોટા ભાગે બેકરી આઇટમમાં વપરાય છે. ગુજરાતમાં મોટા ભાગની ગૃહિણીઓ સિઝનમાં બારમાસી ઘઉં ભરી દે છે. ગુજરાતમાં ઘઉં અને મસાલાને મોટા ભાગે અને વધુ પ્રમાણમાં બારમાસી સંગ્રહ કરવામાં આવે છે.

ગુજરાતના ભાલિયા (ભાલના) ઘઉં બજારમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે પરંતુ આ વર્ષે ગૃહિણીઓને સિઝનમાં ભરવાના થતા ઘઉં મોંઘા પડશે. ગત વર્ષે બજારમાં સામાન્ય ભાલિયા ઘઉંનો ભાવ રૂપિયા ૬૦૦ થી ૮૦૦/ પ્રતિ ર૦ કિલોનો હતો. જે હવે પ્રતિ 20 કિલોના રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦/ના ભાવે વેચાણ થાય તેવી સંભાવનાઓ બળવત્તર બની છે. જ્યારે સાદા પિયત ઘઉં રૂપિયા ૩પ૦થી ૩૮૦/ પ્રતિ ર૦ કિલોના ભાવે મળતા હતા તે આ વર્ષે સંભવત: રૂપિયા ૪૦૦ થી ૪૮૦/ના ભાવે મળે તેવી શક્યતા રહેલી છે.