Sabarkantha News: વિજયનગરના પોળોના જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકના ઉપયોગથી જંગલને નુકસાન થતું અટકાવી શકાય તે માટે સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીય સ્થળ એવું પોળોના જંગલમાં પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થતાં વ્યાપક નુકસાનને પગલે પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ પ્રવાસીઓને તેનો ઉપયોગ ન કરવા પર ચેતવણી અપાઈ છે.
જાહેરનામામાં જણાવાયું છે કે 19 માર્ચ, 2024 સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પોળોના જંગલમાં પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ હુકમનો ભંગ કરવા બદલ 188 મુજબ ફોજદારી ગુનો નોંધવામાં આવશે.
આ અગાઉ જંગલમાં પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓના ઉપયોગ પર અને જંગલ વિસ્તારમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો હતો. આ અંગેનું જાહેરનામું જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:Ram Temple Celebration/આવતીકાલે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર
આ પણ વાંચો:Harni Boat Accident/વડોદરામાં દુર્ઘટના સર્જાયા બાદ હવે શાળાઓએ પ્રવાસના આયોજન રદ કર્યા