Not Set/ ભારત-પાકિસ્તાન મેચ પર PCB ચેરમેન રમીઝ રાજાએ શું કહ્યું જાણો

20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં મેચ રમાશે. વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી પાકિસ્તાન સામે હાર્યું નથી. આવી સ્થિતિમાં, વિરાટ સેના આ રેકોર્ડ જાળવવાનો પ્રયત્ન કરશે.

Top Stories Sports
ramiz raja ભારત-પાકિસ્તાન મેચ પર PCB ચેરમેન રમીઝ રાજાએ શું કહ્યું જાણો

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો અને સામાન્ય લોકોની હત્યાને લઈને દેશભરમાં રોષનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઘણા નેતાઓ અને પક્ષોની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન વાતાવરણમાં પાકિસ્તાન સાથે મેચ રમવી યોગ્ય નહીં. આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચ અંગે PCB ના ચેરમેન રમીઝ રાજાએ કહ્યું કે, રાજકારણ ક્રિકેટથી જેટલું દૂર રહે તેટલું સારૂ તેમણે આગળ કહ્યું, “યુએઈમાં એક ખૂબ જ સારી ઘટના બની. હું જય શાહ અને સૌરવ ગાંગુલીને મળ્યો. અમે લોકો વચ્ચે ખૂબ જ સારી વાતચીત કરી. અમે એકબીજાની પ્રતિભા વિશે પણ વાત કરી.

2021 ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં મેચ રમાશે. વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી પાકિસ્તાન સામે હાર્યું નથી. આવી સ્થિતિમાં, જ્યાં વિરાટ સેના આ રેકોર્ડ જાળવવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ પાકિસ્તાનની નજર વર્લ્ડકપમાં જીતનો દુષ્કાળ ખતમ કરવા પર રહેશે.