Not Set/ શસ્ત્રક્રિયાના બે વર્ષ બાદ દિલ્હીથી ઓડિશા પરત ફર્યા જોડિયા જગ્ગા-કાલિયા

2017 માં માથા સાથે જોડાયેલા બાળકોને એઇમ્સમાં અલગ કરવામાં આવ્યા હતા વરિષ્ઠ તબીબે જણાવ્યું કે બંને જોડિયાની તબિયત સંપૂર્ણ રીતે બરાબર છે બંને બાળકોને જોવા માટે સેંકડો લોકો કટકના હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રક્રિયા દ્વારા જોડિયા જગ્ગા અને કાલિયા બે વર્ષ જુદા થયા બાદ દિલ્હી એઈમ્સથી તેમના રાજ્ય ઓડિશા પરત ફર્યા છે. શનિવારે બંનેને […]

Top Stories
twins શસ્ત્રક્રિયાના બે વર્ષ બાદ દિલ્હીથી ઓડિશા પરત ફર્યા જોડિયા જગ્ગા-કાલિયા
  • 2017 માં માથા સાથે જોડાયેલા બાળકોને એઇમ્સમાં અલગ કરવામાં આવ્યા હતા
  • વરિષ્ઠ તબીબે જણાવ્યું કે બંને જોડિયાની તબિયત સંપૂર્ણ રીતે બરાબર છે
  • બંને બાળકોને જોવા માટે સેંકડો લોકો કટકના હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા.

શસ્ત્રક્રિયા દ્વારા જોડિયા જગ્ગા અને કાલિયા બે વર્ષ જુદા થયા બાદ દિલ્હી એઈમ્સથી તેમના રાજ્ય ઓડિશા પરત ફર્યા છે. શનિવારે બંનેને દિલ્હી એઈમ્સથી ટ્રેન દ્વારા ઓડિશા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને તાત્કાલિક કટક લાવવામાં આવ્યા હતા અને તેમના માટે ખાસ બનાવેલા રૂમમાં એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (એસસીબીએમસીએ) દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી એમ્સના બંને બાળકો સાથે આવેલા વરિષ્ઠ તબીબ ગિરિજરથે કહ્યું કે બંને જોડિયાની તબિયત સારી છે.

કંધમાલ જિલ્લાના આ ક્રેનોઓપગસ (માથામાં જોડાયેલા જોડિયા) સપ્ટેમ્બર 2017 માં એક દુર્લભ સર્જરી દ્વારા અલગ કરવામાં આવ્યા હતા. ઓડિશા સરકારે શસ્ત્રક્રિયા માટે એક કરોડ રૂપિયાની રકમ મંજુર કરી હતી. છેલ્લાં બે વર્ષથી, એઈમ્સમાં જ જટિલ ઓપરેશન પછી આ બાળકો જરૂરી સારવાર લઈ રહ્યા હતા.

શુક્રવારે બંને બાળકોને એઈમ્સમાંથી રાજા અપાયાબાદ ટ્રેન દ્વારા ઓડિશા લઈ જવામાં આવ્યા હતા.  શસ્ત્રક્રિયા પછી જગ્ગાની સ્થિતિ ખૂબ ઝડપથી સુધરી હતી, પરંતુ કાલિયાને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું. શનિવારે આ બંને બાળકોને જોવા માટે સેંકડો લોકો કટકની હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા.

આને કારણે હોસ્પિટલના પરિસરમાં બેરીકેડીંગની વ્યવસ્થા કરવી પડી હતી. ઓડિશા આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, એઈમ્સના ડોકટરોની સલાહ પર આ બાળકોની સંભાળ રાખવા માટે અહીં આ બંને બાળકો માટે બનાવવામાં આવેલા વિશેષ રૂમમાં 14 ડોકટરોની ટીમ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.