Not Set/ ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

આ વાત 11 જૂન 2018ની છે. જયારે 2G કૌભાંડની તપાસ કરી રહેલા ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર રાજેશ્વર સિંહે દેશના નાણાસચિવ હસમુખ અઢિયા વિરુદ્ધ એવી ચિઠ્ઠી લખી, જેણે લુટિયન્સ ઝોનમાં ચકચાર મચાવી. રાજેશ્વર સિંહે આઠ પન્નાની આ ચિઠ્ઠીમાં હસમુખ અઢિયા વિરુદ્ધ ઘણા આરોપો લગાવ્યા. એમને કૌભાંડીઓના સાથીદાર ગણાવતા કેટલાક તીખા સવાલ કર્યા હતા. રાજેશ્વર સિંહે જણાવ્યું  કે, મંત્રાલયના […]

Top Stories India Trending
rajeshwar singh 01 15095234861 630 630 ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

આ વાત 11 જૂન 2018ની છે. જયારે 2G કૌભાંડની તપાસ કરી રહેલા ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર રાજેશ્વર સિંહે દેશના નાણાસચિવ હસમુખ અઢિયા વિરુદ્ધ એવી ચિઠ્ઠી લખી, જેણે લુટિયન્સ ઝોનમાં ચકચાર મચાવી. રાજેશ્વર સિંહે આઠ પન્નાની આ ચિઠ્ઠીમાં હસમુખ અઢિયા વિરુદ્ધ ઘણા આરોપો લગાવ્યા. એમને કૌભાંડીઓના સાથીદાર ગણાવતા કેટલાક તીખા સવાલ કર્યા હતા.

ED Letter 4 e1540559456658 ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

રાજેશ્વર સિંહે જણાવ્યું  કે, મંત્રાલયના દરેક પરિમાણમાં સક્ષમ હોવા છતાં મારા પ્રમોશન પર વિચાર કરવામાં ન આવ્યો. આમાં એમણે એમના પ્રમોશનની અનદેખી કરવા, રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવા અને અહંકારના કારણે બદલો લેવાનો મુદ્દો ઉઠાવ્યો.

ED Letter e1540559489341 ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

શરૂઆતમાં આ પત્ર વિષે કોઈને ખબર નહતી. આ વચ્ચે રાજેશ્વર સિંહ વિરુદ્ધ દુબઈના એક સંદિગ્ધ વ્યક્તિ સાથે વાત કરવા અને અન્ય ફરિયાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં જાય છે. ઇડી ડાયરેક્ટર કરનૈલ સિંહ અને રેવન્યુ સેક્રેટરીને લખવામાં આવેલો સનસનીખેજ પત્ર અચાનક સરકારી ફાઇલોમાંથી બહાર આવી જાય છે.

ED Letter 2 e1540559529824 ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

સાર્વજનિક થયેલા આ પત્રમાં ઈડીથી લઈને નાણા મંત્રાલયના બંને અધિકારીઓ વચ્ચે મચેલા ઘમાસાણનો ખુલાસો કરે છે.  જોકે,સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, બંને અધિકારીઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા માટે ઉપરથી દખલગીરી કરવામાં આવે છે. ત્યારબાદ ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર રાજેશ્વર સિંહ આરોપોને પાછા ખેંચી લે છે, અને પત્રમાં લખે છે કે, એમણે આવેશમાં આવીને હસમુખ અઢિયા પર આરોપો લગાવ્યા હતા. ત્યારે આ મામલો શાંત થયો હતો.

ED Letter 3 e1540559561374 ઇડી અને નાણાં મંત્રાલયના બે અધિકારીઓ વચ્ચે ઘમાસાણ : વાંચો પત્ર

પરંતુ આ મામલો હજુ શાંત નથી પડ્યો. થોડા દિવસ પહેલા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટમાં રાજેશ્વર સિંહ વિરુદ્ધ એક્શન લેવાઈ શકે છે. વળી, સ્વામીએ પણ અઢિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.