વિસ્ફોટ/ ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે વિસ્ફોટ, 103 લોકોના મોત,અનેક ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધવાની સંભાવના

ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બુધવારે બે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે

Top Stories World
9 ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે વિસ્ફોટ, 103 લોકોના મોત,અનેક ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધવાની સંભાવના

ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બુધવારે બે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે જ્યારે 170 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને નિશાન બનાવીને આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝને આ વિસ્ફોટોને આતંકવાદી હુમલા ગણાવ્યા છે.

 આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે ઈરાનના સહયોગી અને હમાસના નંબર ટુ કમાન્ડર સાલેહ અલ-અરૌરી બેરૂત ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. ઈરાનમાં વિસ્ફોટો કર્માન શહેરમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયા હતા, જ્યાં સુલેમાનીની કબર આવેલી છે અને તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પહેલો વિસ્ફોટ ઈરાનના કર્માન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. જે બાદ બીજો વિસ્ફોટ થયો હતો.

કેરમાનના ડેપ્યુટી ગવર્નરે આ વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બે બેગમાં બોમ્બ હતો, જે વિસ્ફોટ થયો હતો. એવું લાગે છે કે આ બોમ્બ રિમોટ કંટ્રોલની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. કરમાનના મેયર સઈદ તબરીજીનું કહેવું છે કે આ બોમ્બ વિસ્ફોટ 10 મિનિટના અંતરાલમાં થયા હતા.