ભીષણ આગ/ CBI ની ઓફિસમાં ભીષણ આગ, અંધાધૂધીનો માહોલ સર્જાયો

રાજધાની દિલ્હીમાં આજે સવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની મુખ્ય ઓફિસમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્કિંગ વિસ્તારનાં ઇલેક્ટ્રોનિક રૂમમાં આ આગ લાગી હતી

Top Stories India
11 196 CBI ની ઓફિસમાં ભીષણ આગ, અંધાધૂધીનો માહોલ સર્જાયો

રાજધાની દિલ્હીમાં આજે સવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની મુખ્ય ઓફિસમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્કિંગ વિસ્તારનાં ઇલેક્ટ્રોનિક રૂમમાં આ આગ લાગી હતી. આગને કારણે સીબીઆઈ ઓફિસમાં અંધાધૂંધી ઉભી થઈ છે, જ્યારે તમામ અધિકારીઓ બિલ્ડિંગની બહાર આવી ગયા છે.

શોક વ્યક્ત કર્યો / વીરભદ્રસિંહને યાદ કરતા ભાવુક થયા રાહુલ અને બહેન પ્રિયંકા ગાંધી

મળતી માહિતી મુજબ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. દાવો કરવામાં આવ્યો હતો કે, શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી. પાર્કિંગની જગ્યામાંથી ધુમાડો નીકળતો જોઇને અધિકારીઓ ઓફિસની બહાર દોડી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર જાન-માલનાં નુકસાનની જાણ થઈ નથી. આગ સવારે 11.35 વાગ્યે શરૂ થઈ હતી. સીબીઆઈ કચેરી પર ઇમરજન્સી કોલ આવી જે પછી ફાયર બ્રિગેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીબીઆઈ હેડક્વાર્ટરમાં તમામ મોટા કેસોથી સંબંધિત કાગળો હોય છે, આવી સ્થિતિમાં હવે અધિકારીઓની ચિંતા વધી ગઈ છે કે મહત્વપૂર્ણ દસ્તાવેજો નષ્ટ ન થયા હોય.

સમતોલ મંત્રીમંડળ / મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

વળી એક દિવસ પહેલા, બુધવારે સવારે દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર-50 માં રવિ નોડી સ્કૂલ પ્લે સ્કૂલનાં બીજા માળે આગ લાગી હતી. ઘટનામાં ત્રણ શિક્ષકો બિલ્ડિંગનાં પરિસરમાં અને એક સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ફસાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બીજા માળેથી બારી તોડી અને લિફ્ટનો દરવાજો ખોલીને પરિસરમાં પ્રવેશ કર્યો અને સમયસર સિક્યુરિટી ગાર્ડને બહાર કાઠ્યો હતો. અન્ય લોકોને સીડીની બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આગનાં કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસ ટીમ ફાયર બ્રિગેડ સાથે મળીને આ મામલે તપાસ કરી રહી છે.