Not Set/ ગણતંત્ર પરેડમાં પાંચ બિનભાજપી રાજ્યોની ઝાંખી રિજેક્ટ કરાઇ,રાજ્યોએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આક્ષેપ

ગણતંત્ર દિવસે પરેડ જોવી દરેકને ગમે. કારણ કે તેમાં રાષ્ટ્રભાવના છે, તેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી છે. પરેડ અત્યાર સુધી શુધ્ધ હતી પણ હવે તેમાં પોલિટિક્સ ભળ્યું છે.

Top Stories India
Untitled 67 5 ગણતંત્ર પરેડમાં પાંચ બિનભાજપી રાજ્યોની ઝાંખી રિજેક્ટ કરાઇ,રાજ્યોએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આક્ષેપ

ગણતંત્ર દિવસે પરેડ જોવી દરેકને ગમે. કારણ કે તેમાં રાષ્ટ્રભાવના છે, તેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી છે. પરેડ અત્યાર સુધી શુધ્ધ હતી પણ હવે તેમાં પોલિટિક્સ ભળ્યું છે. 2022ની ગણતંત્ર દિનની પરેડમાં પોતાના રાજ્યોની ઝાંખીનો સમાવેશ નહીં કરાતાં બિનભાજપી રાજ્યોએ વાંધો ઉઠાવ્યો છે અને એવા આક્ષેપ કર્યા છે કે, અમે વિપક્ષમાં હોવાથી અમારા રાજ્યોના ટેબ્લોને સ્થાન અપાયું નથી.

પ્રતિવર્ષ ગણતંત્રદિન નિમિતે રાજધાની દિલ્હીમાં યોજાતી પરેડમાં વિવિધ રાજ્યો પોતાની ઝાંખી રજુ કરતા હોય છે..આ વખતે એવા પાંચ રાજ્યો જયાં ભાજપની સરકાર નથી તેમની ઝાંખી ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ નહીં થાય.. આ રાજ્યોના મુખ્યમંત્રીઓેએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે.,,અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.. જો કે રક્ષામંત્રી રાજનાથસિંહે લખેલા જવાબી પત્રમાં ખુલાસો પણ કરી દીધો છે કે શા માટે તેમના રાજ્યોની ઝાંખીને સામેલ કરવામાં નથી આવી
જે રાજ્યોની ઝાંખી રિજેક્ટ કરાઇ છે તેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ઝારખંડનો સમાવેશ થાય છે.
હવે તેના પર નજર કરીએ કે જે રાજ્યોની ઝાંખીને રીજેક્ટ કરાઇ છે.. તે રાજ્યો કઇ ઝાંખીને રજુ કરવાના હતા.

આ  પણ  વાંચો:Bollywood / અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ

પશ્ચિમ બંગાળ સરકાર સુભાષચંદ્ર બોઝના જીવન પર ઝાંખી રજુ કરવાની હતી .તમિલનાડુ સરકાર રાણી વેલુ નાચિયારની પ્રતિમા સાથેની ઝાંખી રજુ કરવાની હતી .કેરળ સરકાર સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુની ઝાંખી દર્શાવવાની હતી. મહારાષ્ટ્ર સરકારે જીવસૃષ્ટિની વિવિધતા પર ટેબ્લો બનાવ્યો હતો.પાંચમા રાજ્ય ઝારખંડનો ટેબ્લો સંતાલ વિદ્રોહની થીમ પર હતો

પાંચેય બિનભાજપી રાજ્યોના મુખ્યપ્રધાનોએ કેન્દ્ર પર ભેદભાવનો આક્ષેપ કરતા પત્ર લખ્યા છે.. જેનો રક્ષામંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો છે.

મુખ્યમંત્રીઓએ લખેલા પત્રના જવાબમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ દરેક રાજ્યોને જવાબ આપતા પત્રો લખ્યા છે. તેમણે લખ્યું કે, આમાં ભેદભાવનો સવાલ જ નથી. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, મંત્રાલયો, અર્ધલશ્કરી દળ સહિતના 56 ટેબ્લોની દરખાસ્ત આવી હતી, તેમાંથી 21 ઝાંખીની પસંદગી થઈ છે. 35 ટેબ્લો રિજેક્ટ થયા છે. એવું નથી કે વિપક્ષી રાજ્યોના ટેબ્લો રદ્દ કરાયા છે.
તેમણે લખ્યું કે, રક્ષા મંત્રાલયના નેજામાં એઆરટી, સંસ્કૃતિ, પેઇન્ટિંગ, શિલ્પ, સંગીત, આર્કિટેક્ચર, કોરિયોગ્રાફી વગેરેના ક્ષેત્રમાં નિષ્ણાત હોય તેવા વ્યકિતઓની કમિટિ ટેબ્લોની પસંદગી કરે છે, તેના નિયત માપદંડ હોય છે. એટલે પસંદગી પ્રક્રિયામાં ખામી નથી.

આ પણ વાંચો:Health / હળદરનું દૂધ પીવાથી થાય છે અનેક ફાયદાઓ , જાણીલો તમે પણ …..