Not Set/ #DelhiAssemblyElection2020/ કપિલ મિશ્રાનું ટ્વીટ, શાહીન બાગ સાથે CM નિવાસસ્થાન ખાલી કરાવીશું

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોડેલ ટાઉન બેઠક પરથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું છે કે જો આમ આદમી પાર્ટી (આપ) એ પાંચ વર્ષમાં હોસ્પિટલો બનાવી, ફ્લાયઓવર બનાવ્યા, કોલેજો, રસ્તાઓ, શાળાઓ બનાવી હોત તો શાહીન બાગ બનાવવાની જરૂર ન પડત. હવે તમે શાહીન બાગ બનાવી ચૂક્યા છે, ત્યારે અમે શાહીન બાગની સાથે સાથે  મુખ્યમંત્રી નિવાસ સ્થાન […]

Top Stories Gujarat Assembly Election 2022 India
kapil mishra 3 #DelhiAssemblyElection2020/ કપિલ મિશ્રાનું ટ્વીટ, શાહીન બાગ સાથે CM નિવાસસ્થાન ખાલી કરાવીશું

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોડેલ ટાઉન બેઠક પરથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું છે કે જો આમ આદમી પાર્ટી (આપ) એ પાંચ વર્ષમાં હોસ્પિટલો બનાવી, ફ્લાયઓવર બનાવ્યા, કોલેજો, રસ્તાઓ, શાળાઓ બનાવી હોત તો શાહીન બાગ બનાવવાની જરૂર ન પડત. હવે તમે શાહીન બાગ બનાવી ચૂક્યા છે, ત્યારે અમે શાહીન બાગની સાથે સાથે  મુખ્યમંત્રી નિવાસ સ્થાન પણ ખાલી કરાવીશું. તમને જણાવી દઈએ કે ‘ભારત-પાકિસ્તાન’ ના વિવાદિત નિવેદનને કારણે ચૂંટણી પંચે કપિલ મિશ્રાના 48 કલાકના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો. 

તમને જણાવી દઇએ કે સુધારેલા નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના શાહીન બાગમાં જે વિરોધ પ્રદર્શન છેડવામાં આવ્યું છે, તે સ્થળને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ ‘મિની પાકિસ્તાન’ જાહેર કર્યું હતું. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા મિશ્રાએ આ પહેલા કહ્યું હતું કે, 8 ફેબ્રુઆરીની વિધાનસભાની ચૂંટણીમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાન દિલ્હીના માર્ગો પર ભાગ લેશે.

કપિલ મિશ્રાએ  બે ટ્વીટ્સ કર્યા હતા, એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, ‘ભારત વિ પાકિસ્તાન 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં જોવા મળશે. ભારત અને પાકિસ્તાન 8 ફેબ્રુઆરીએ દિલ્હીના માર્ગો પર ટકરાશે. બીજા ટ્વિટમાં કપિલે કહ્યું કે, ‘પાકિસ્તાનની એન્ટ્રી શાહીન બાગમાં થઈ છે અને મીની પાકિસ્તાનનો જન્મ દિલ્હીમાં થઈ રહ્યું છે. શાહીન બાગ, ચાંદ બાગ, ઇન્દ્રલોકમાં દેશનો કાયદો માનવામાં આવી રહ્યો નથી અને પાકિસ્તાની તોફાનીઓએ દિલ્હીની શેરીઓ પર કબજો કર્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કપિલ મિશ્રા, દિલ્હીના મોડેલ ટાઉનમાંથી ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાને કેજરીવાલે 2017 માં મંત્રી પદ પરથી હટાવી દીધા હતા. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.