Not Set/ PM સાથે બેઠકમાં ગરજ્યા મમતા બેનર્જી, કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે આજે (સોમવારે) વીડિયો કોન્ફરન્સમાં દેશભરનાં મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચાઓ કરી હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કોરોનાનાં બહાને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કોરોના સંકટ એ દેશની સમસ્યા છે અને કેન્દ્ર સરકાર તેના પર […]

India
206193c6f9b0075a953cd015941c5bd1 PM સાથે બેઠકમાં ગરજ્યા મમતા બેનર્જી, કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ
206193c6f9b0075a953cd015941c5bd1 PM સાથે બેઠકમાં ગરજ્યા મમતા બેનર્જી, કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે આજે (સોમવારે) વીડિયો કોન્ફરન્સમાં દેશભરનાં મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચાઓ કરી હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કોરોનાનાં બહાને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, કોરોના સંકટ એ દેશની સમસ્યા છે અને કેન્દ્ર સરકાર તેના પર બધા નિર્ણય અગાઉથી લઇ લે છે, અમારી સાથે અથવા અન્ય રાજ્યોની સલાહ પણ લેવામાં આવતી નથી. પોતાના નિવેદનમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને કેન્દ્ર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશભરમાં દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 67 હજાર પર પહોંચી ગઈ છે. આ રોગચાળાને કારણે 2,200 થી વધુ લોકોનાં મોત પણ થયાં છે. દરમિયાન, મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. મમતાએ કહ્યું, કેન્દ્ર સરકાર એક સ્ક્રિપ્ટ મુજબ કામ કરી રહી છે. રાજકારણ રમવાનો આ સમય નથી, ક્યારે પણ કોઇ અમારો અભિપ્રાય નથી લઇ રહ્યુ, સંઘીય માળખાને નષ્ટ ન કરો.

આપને જણાવી દઇએ કે, સોમવારે પીએમ મોદીએ કોરોના સંકટ અંગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને લોકડાઉન અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા. બેઠકમાં કોરોના સંકટ, લોકડાઉન, અર્થવ્યવસ્થા, કામદારોનાં પરત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કામદારો પરત વડા પ્રધાને કહ્યું કે, અમે આગ્રહ કર્યો કે લોકો જ્યાં હોય ત્યાં રહેવા જોઈએ. પરંતુ તે માનવીય સ્વભાવ છે કે અમારે ઘરે જવું છે અને તેથી અમારે અમારા કેટલાક નિર્ણયો બદલવા પડ્યા છે. તેમ છતાં, આપણે ખાતરી કરવી પડશે કે આ રોગ ગામડાઓમાં ફેલાય નહીં, આ આપણા માટે મોટો પડકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.