Not Set/ #Covid19/ દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર પહોંચ્યો 31.15 % પર

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર 31.15 ટકા પર પહોંચી ગયો છે. સોમવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અગ્રવાલે કહ્યું કે, અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 67,152 છે. જેમાંથી, અત્યાર સુધીમાં 20,917 લોકોની સારવાર કરવામાં આવી છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે જ્યારે 44,029 […]

India
c5a167cac91459ea0e77c3485dd647ef 1 #Covid19/ દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર પહોંચ્યો 31.15 % પર

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર 31.15 ટકા પર પહોંચી ગયો છે. સોમવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અગ્રવાલે કહ્યું કે, અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 67,152 છે. જેમાંથી, અત્યાર સુધીમાં 20,917 લોકોની સારવાર કરવામાં આવી છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે જ્યારે 44,029 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં, 4,213 નવા કેસ નોંધાયા અને 1,569 દર્દીઓ ઠીક થયા. આ પછી, દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર 31.15% પર આવી ગયો છે.

આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, ભારતમાં કોવિડ-19 ચેપને કારણે થતાં મૃત્યુની સંખ્યા વધીને 2,206 થઈ ગઈ છે. વળી કોવિડ-19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા 67,152 રહી છે. લવ અગ્રવાલે કહ્યું કે, ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે ઘણા દેશોએ તેમની નીતિમાં પરીક્ષણ આધારિત વ્યૂહરચના અને સમય-આધારિત વ્યૂહરચનામાં ફેરફાર કર્યા છે. અમે આ આધાર પર પણ ફેરફાર કર્યા છે.

સુધારેલી માર્ગદર્શિકા મુજબ, જે લોકોને 10 દિવસમાં તાવ ન આવ્યો હોય, તે લોકો લક્ષણ દેખાય અથવા તપાસ માટે નમૂના દેવાની તારીખનાં 17 દિવસ બાદ કોરોના વાયરસની તપાસ કરાવ્યા વિના પોતાનુ ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી શકે છે. સાથે જ તેમણે કહ્યુ કે, જે લોકોમાં કોરોનાનાં લક્ષણો નજર આવે છે, તે લોકો તેની જાણકારી તંત્રને આપે જેથી તેમના દ્વારા સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાં વાયરસની સૌથી વધુ અસર જોવા મળી છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના કુલ 22,171 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 832 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર પછી ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ગુજરાતમાં કોરોના વાયરસનાં 8,194 કેસ છે અને 493 લોકોનાં મોત નીપજ્યાં છે. તમિલનાડુમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 7,204 છે. આ રોગચાળાને કારણે 47 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાની દિલ્હીમાં 6,923 લોકો ચેપગ્રસ્ત છે અને 73 લોકો મૃત્યુ પામ્યા છે. રાજસ્થાનમાં 3,814 લોકોને ચેપ લાગ્યો છે અને 107 લોકો મૃત્યુ પામ્યા છે. વળી મધ્ય પ્રદેશમાં 3,614 કેસ નોંધાયા છે અને 215 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.