બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં એક પોલીસ કોન્સ્ટેબલે તેની પત્નીની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની હત્યા કરી છે. નોંધવા જેવી વાત એ છે કે કોન્સ્ટેબલની પત્ની 11 દિવસ પહેલા જ પુત્રને જન્મ આપ્યો હતો. હાલ તે તેના માતા-પિતાના ઘરે રહેતી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલ કિશોર ડીએ થોડા દિવસ પહેલા તેની 24 વર્ષીય પત્નીને ફોન કરી તેની સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટના બાદ કોન્સ્ટેબલની પત્ની પ્રતિભાએ કિશોર ડીનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ કિશોર ડીએ પ્રતિભાને 150 વખત ફોન કર્યા હતા. જ્યારે પ્રતિભાએ તેનો ફોન ઉપાડ્યો નહીં, ત્યારે તે ગુસ્સે ભરાયો હતો. કિશારે ચમરાજનગર શહેરથી 230 કિલોમીટરની મુસાફરી કરીને હોસ્કોટે નજીક તેની પત્નીના માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. અહીં તેણે પોતે જંતુનાશક દવા પી લીધી અને પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી.
પ્રતિભા બેથલાસુર ગ્રામ પંચાયતના સચિવ સુબ્રમણ્યમની નાની પુત્રી હતી. તેના લગ્ન 13 નવેમ્બર, 2022ના રોજ કિશોર સાથે થયા હતા. કિશોર કોલાર જિલ્લાના વીરપુરાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરને પ્રતિભાના ચારિત્ર્ય પર શંકા હતી અને તે નિયમિતપણે તેના મેસેજ અને કોલ ડિટેલ્સ ચેક કરતો હતો.
રવિવારે સાંજે કિશોરે પ્રતિભાને ફોન કરીને કોઈ કારણસર ગુસ્સો કરવનું શરૂ કર્યું હતું. કિશોરના ફોન આવ્યા બાદ પ્રતિભા રડી રહી હતી, ત્યારે તેની માતા વેંકટલક્ષમ્માએ પ્રતિભાનો ફોન સ્વીચઓફ કરી દીધો. તેણે પ્રતિભાને કહ્યું કે જો તે રડતી રહેશે તો તેના નવજાત બાળકના સ્વાસ્થ્ય પર અસર થશે. વેંકટલક્ષમ્માએ પ્રતિભાને કિશોરનો ફોન ન ઉપાડવાની સલાહ આપી હતી. બીજા દિવસે સવારે પ્રતિભાએ જોયું કે કિશોરે તેને 150 વખત ફોન કર્યો હતો. આ અંગે પ્રતિભાએ તેના માતા-પિતાને જાણ કરી હતી.
પ્રતિભાની માતાએ કિશોરને આજીવન કેદની સજા થાય તેવી માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કિશોરની માતા દહેજ માટે તેની દીકરીને હેરાન કરતી હતી. હાલ પોલીસે પ્રતિભાની માતાની ફરિયાદના આધારે કિશોર સામે હત્યાનો ગુનો નોંધવી કાર્યવાહી હાથ ધરી છે.
કિશોર ડીની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કિશોરીને કસ્ટડીમાં લેવામાં આવશે.
Read More: યુક્રેન બાદ હવે રશિયા અને જ્યોર્જિયા વચ્ચે તણાવ વધ્યો
Read More: હવે માત્ર સૈનિકો જ નહીં ‘મધમાખી’ઓ પણ કરશે સરહદની સુરક્ષા!
Read More: CM નીતિશ કુમારે જનસંખ્યા નિયંત્રણ અંગેના વિવાદિત નિવેદન પર માફી માગી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram, Koo , YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.
