દીબ્રુગઢ,
21 વર્ષ બાદ દેશનો સૌથી લાંબો ડબલ ડેકર રેલ કમ રોડ બ્રીજ તૈયાર થઇ ગયો છે જેના કારણે આસામ અને અરૂણાચલ પ્રદેશનો લાંબા સમયનો ઇંતઝાર પુરો થયો છે.બ્રહ્મપુત્રા નદી પર આ ડબલ ડેકર રેલ્વે અને રોડ બ્રીજ તૈયાર થયો છે જેના કારણે બંને રાજ્યો વચ્ચેનો વાહન વ્યવહાર ઝડપી અને સરળતાથી ચાલશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રહ્મપુત્ર નદી પર બોગીબીલ બ્રીજ પર બનેલા દેશની સૌથી લાંબી રેલ કમ રોડ પર થનારી પ્રથમ મુસાફરી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ પુલની આધારશીલા વર્ષ 1997માં તત્કાલીન પ્રધાનમંત્રી એચ ડી દેવેવોડાએ રાખી હતી. ત્યારબાદ 2002માં સૌથી લાંબી રેલ-રોડ પુલનું નિર્માણ શરૂ થઈ ગયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિનસુખિયા નહારલગુન ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનને પણ ફ્લેગ ઓફ કરાવશે.આ પુલની સૌથી ખાસ વાત એ છે કે તે બે માળનો બનેલો છે. આ પુલ પર એક સાથે ટ્રેન અને બસો દોડી શકશે.અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની થઇ રહેલી ઘુસણખોરી અને આપણાં સૈન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પુલ ખુબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવી રહ્યો છે.બોગીબીલ બ્રીજ એટલો મજબૂત બનાવામાં આવ્યો છે કે તેની પરથી ભારે ટેંક અને આર્મીના શસ્ત્રોને સરળતાથી લઈ જઈ શકાશે.

ભારતીય રેલ્વે દ્રારા બનાવવામાં આવેલો આ ડબલ ડેકર બ્રીજની નીચેની બાજુએ બે રેલ્વે લાઇનો છે જ્યારે ઉપરની બાજુએ ત્રણ લેનનો રોડ છે.બ્રીજ બનાવવા પાછળ 5,920 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

4.94 કિલોમીટરની લંબાઈવાળો બોગીબીલ બ્રિજ આસામના ડીબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કાંઠે ધેમાજી જીલ્લાને જોડે છે. આ બ્રીજ અરુણાચલ પ્રદેશના સિલાપાથર પણ જોડશે. આ રીતે બોગીબીલ બ્રિજ ધેમાજી અને અરુણાચલના તમામ વિસ્તારોમાં રેલ્વે અને રોડ કનેક્ટિવિટી કરશે.

ડીબ્રુગઢની રેલ્વે લાઇન હવે અરુણાચલના નાહરલાગુન સાથે સીધી રીતે જોડાયેલી છે. અરુણાચલની રાજધાની ઇટાનગર નાહરલાગુનથી માત્ર 15 કિમી દૂર છે. આ અરુણાચલની રાજધાની સીધી રીતે ડીબ્રુગઢ સાથે જોડાઈ જશે.

આપને જણાવી દઈએ કે 2007 માં બોગીબીલ બ્રીજને રાષ્ટ્રીય પ્રોજેક્ટની દરજ્જો આપવામાં આવ્યો હતો. ભારત મતે જીવન રેખા માનવામાં આવેલ આ પુલ પર એક 3 લેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તેના નીચે બ્રોડ ગેજની બે રેલ્વે રેખાઓ મૂકવામાં આવી છે.
