National News/ આંધ્રપ્રદેશમાં 421 પેટ્રોલ પંપ બંધ, 50% વધી માંગ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી

આંધ્રપ્રદેશમાં Petrol અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. 400 થી વધુ પેટ્રોલ પંપ બંધ થતા CM ચંદ્રબાબુ નાયડુએ ઈમરજન્સી બેઠક યોજી છે. પેનિક બાયિંગ અને સપ્લાય ચેઈન વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Petrol

Petrol Pump Strike or Shortage? આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. રાજ્યના કુલ 4,510 પેટ્રોલ પંપોમાંથી અંદાજે 421 પંપો સ્ટોક ખાલી હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાની અફવાએ વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે.

CM ચંદ્રબાબુ નાયડુ એક્શન મોડમાં (Petrol)

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

તાકીદની સૂચના: CM એ મુખ્ય સચિવ અને જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે એક્વાકલ્ચર સેક્ટર અને સામાન્ય નાગરિકો માટે ઇંધણનો સપ્લાય કોઈપણ સંજોગોમાં અટકે નહીં.

એક્શન પ્લાન: ઓઈલ કંપનીઓ સાથે સતત સંપર્ક જાળવીને સ્ટોક રિફિલ કરવા માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.

Petrol
આંધ્રમાં Petrol -ડીઝલ માટે પડાપડી!

માંગમાં 50% નો ધરખમ ઉછાળો: ‘પેનિક બાયિંગ’ મુખ્ય કારણ

અધિકારીઓના રિપોર્ટ મુજબ, અછતની અફવા ફેલાતા લોકોએ જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવવાનું (Panic Buying) શરૂ કરી દીધું છે.

વેચાણના આંકડા: સામાન્ય રીતે રોજના 6,330 કિલોલીટર પેટ્રોલનું વેચાણ થાય છે, જે શનિવારે વધીને 10,345 કિલોલીટર પર પહોંચ્યું હતું.

ડીઝલની માંગ: ડીઝલનું વેચાણ પણ 9,048 કિલોલીટરથી વધીને 14,156 કિલોલીટર થઈ ગયું છે.

આમ, માંગમાં અચાનક 50% થી વધુનો વધારો થતા પેટ્રોલ (Petrol) પંપો પરના સ્ટોક ખાલી થઈ રહ્યા છે.

પેટ્રોલિયમ એસોસિએશન અને ઓઈલ કંપનીઓનું નુકસાન

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘુ થવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લીટર 30 થી 40 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ આર્થિક બોજને કારણે સપ્લાયની ગતિ ધીમી પડી છે. હાલમાં દર 2 દિવસે એકવાર રિફિલ કરવામાં આવી રહ્યું છે, જે વર્તમાન માંગને પહોંચી વળવા અપૂરતું છે.

કેન્દ્ર સરકારની અપીલ: “સંગ્રહખોરી ટાળો”

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણનો (Petrol) પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. હોર્મુઝની સ્ટ્રેટના વિવાદ વચ્ચે પણ ભારત સરકાર સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને બિનજરૂરી લાઈનો ન લગાવે.


આ પણ વાંચો:હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું અને શેરબજાર ગગડ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ પર તોળાતું સંકટ

આ પણ વાંચો:વૈશ્વિક GDP રેન્કિંગમાં ભારત છઠ્ઠા સ્થાને સરક્યું, જાણો શું છે મુખ્ય કારણો

આ પણ વાંચો:ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં 34 રૂપિયાનો જંગી વધારો, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું થશે અસર?