World News/ ટ્રમ્પનો મોટો દાવો: હોર્મુઝ જલડમરૂમધ્ય ટૂંક સમયમાં ખુલી શકે

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દાવો કર્યો કે ઈરાન સાથે યુદ્ધ મુદ્દે “મહાન કરાર” થયો છે અને સપ્તાહના અંત સુધીમાં હસ્તાક્ષર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે.

Top Stories World
Trump

Donald Trump Iran Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને લઈને એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે અને આ કરાર ખૂબ જ જલ્દી, શક્ય છે કે આ સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર રીતે સહી થઈ જાય. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કરાર અમલમાં આવ્યા બાદ હોર્મુઝ જલડમરૂમધ્ય પણ તરત જ ખોલી દેવામાં આવશે.

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે થયેલી આ સમજૂતી એક મોટી રાજદ્વારી સફળતા સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આ કરારનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયારો મેળવવાથી કાયમ માટે રોકવાનો છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેમણે બેન્જામિન નેતન્યા હૂસહિત મધ્ય પૂર્વના અનેક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. તેમણે કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, બહેરિન અને કુવૈતના નેતાઓ સાથે પણ વાતચીત કરી હોવાનું જણાવ્યું. સાથે જ ટૂંક સમયમાં રેસેપ તૈયબ એર્દોગન સાથે પણ ચર્ચા કરવાની માહિતી આપી.

ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કરારથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને વર્ષોથી ચાલતી ચિંતાઓનો ઉકેલ આવશે અને વિસ્તારની સુરક્ષા તેમજ સ્થિરતા મજબૂત બનશે.

જોકે, બીજી તરફ ઈરાન તરફથી અલગ જ સંકેતો મળી રહ્યા છે. ઈરાનની સમાચાર એજન્સી ફાર્સના અહેવાલ અનુસાર, તેહરાને હજુ સુધી અમેરિકા સાથે કોઈપણ સમજૂતીના ડ્રાફ્ટને મંજૂરી આપી નથી. ઈરાની વાટાઘાટ ટીમ સાથે સંકળાયેલા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે પ્રારંભિક સમજૂતી માટે તૈયાર કરાયેલા કોઈપણ દસ્તાવેજને હજી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.

આથી ટ્રમ્પના દાવા અને ઈરાનના વલણ વચ્ચે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આગામી દિવસોમાં બંને દેશો તરફથી શું સત્તાવાર જાહેરાત થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.


આ પણ વાંચો: કેનેડામાં અંધાધૂંધ ગોળીબાર કરનારા 3 ભારતીય યુવકો દોષિત જાહેર, કોર્ટે ફટકારી વર્ષોની જેલ સજા

આ પણ વાંચો: ટ્રમ્પની ઈરાન સામે મોટા હુમલાની ચેતવણી,અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ

આ પણ વાંચો: અમેરિકામાં ₹1000 કરોડના બેંક ફ્રોડમાં ભારતીય મૂળના વેપારીની ધરપકડ