રાજસ્થાન રાજ્યમાં હિન્દુ બહુમતી ધરાવતાં મુસ્લિમ ગામનું નામ બદલવામાં આવ્યું હતું. રાજસ્થાન સરકાર દ્વારા ભારત સરકારને સિફારિશ કરવામાં આવી હતી જે અંતર્ગત પંદર ગામનાં નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારનાં રાજસ્વ વિભાગ, ગામનાં નવા નામોનું ગેઝેટ પ્રકાશિત કરી રહી છે. સરકારનું કહેવું છે કે ગામનાં પંચાયતની સિફારિશ આ બધું કરવામાં આવી રહ્યું છે. ગામનાં લોકોનું કહેવું છે કે એમની આ માંગ વર્ષોથી હતી અને હવે એની સુનવણી થવા જઈ રહી છે.

‘મિયાં કા બાડા’ બન્યું ‘મહેશનગર’
રાજસ્થાનનાં બાડમેરનું ‘મિયાં કા બાડા’ હવે ‘મહેશનગર’ બની ગયું છે. મિયાં કા બાડા નામનાં સાઈનબોર્ડને હટાવીને જીલ્લા કલેકટર બધી જગ્યાએ મહેશનગરનું સાઈન બોર્ડ લગાવી રહ્યા હતા. ગામનાં લોકોનું કહેવું છે કે મિયાં શબ્દ મુસ્લિમ લોકો માટે ઉપયોગ થાય છે અને બાડા મતલબ રહેવાની જગ્યા થાય છે તો આ નામથી એવું લાગે કે આ મુસ્લિમોનું ગામ છે જયારે ગામમાં માત્ર ત્રણ જ મુસ્લિમોનાં ઘર છે જેમાં કુલ 21 લોકો છે.
ગામનાં પૂર્વ સરપંચ હનુવંત સિંહનું કહેવું હતું કે મુગલ કાળમાં આનું નામ મહેશનગર હતું ત્યારબાદ મિયાં કા બાડા કરી દેવામાં આવ્યું. એમણે કહ્યું કે દસ વર્ષ પહેલાં અમે મારવાડ રાજઘરાનાથી દસ્તાવેજ કઢાવીને રાજસ્થાન સરકારને રજુ કર્યો હતો પણ ખુશી છે કે હવે જઈને અમારી માંગ પૂરી થઇ છે.

સલેમાબાદ બન્યું શ્રી નિમ્બાર્ક તીર્થ
અજમેર જીલ્લાનાં કિસનગઢનું સલેમાબાદ બન્યું શ્રી નિમ્બાર્ક તીર્થ. સલેમાબાદના સરપંચ રણધીર સિહે જણાવ્યું હતું કે આ નામ અહી રહેતા જાગીરદાર સલીમ ખાનના નામ પર હતું પરંતુ અહી હિન્દુઓનું નિમ્બાર્ક તીર્થ હોવાનાં કારણે ઘણાં સમયથી આ નામ બદલવાની માંગ હતી. આહી માત્ર એક જ મુસ્લિમ પરિવાર રહે છે.
ઈસ્માઈલપુર બન્યું પીચનવા ખુર્દ
ઝૂન્ઝનુંમાં બે ઈસ્માઈલપુર છે જ્યાં માત્ર હિન્દુ આબાદી વસે છે. રાજસ્થાનમાં ઘણાં ગામનાં નામ ઈસ્માઈલપુર છે કારણકે જયપુરનાં નગર નિયોજક મિર્ઝા ઈસ્માઈલ હતા જેમના નામ પરથી જયપુરમાં આજે પણ એમઆઈ રોડ છે.
બીજા ઈસ્માઈલપુરનું નામ લોકો કૌશલનગર અથવા ઈશ્વરનગર રાખવા માંગે છે.ત્યાંના લોકોનું કહેવું છે કે અહી કોઇપણ મુસ્લિમ રહેતું નથી અને હિન્દુ આબાદી વાળા ગામનું નામ મુસ્લિમ રાખવાનો કોઈ અર્થ નથી.
