Not Set/ ભ્રષ્ટાચારના કેસમાં એક આઇએએસ અને એક આઇપીએસ અધિકારીને ત્રણ વર્ષની જેલ

ભ્રષ્ટાચાર અંગેના બે અલગ-અલગ કેસમાં દોષિત જાહેર થયેલા એક આઈએએસ અને એક આઈપીએસ ઓફિસર ને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. ઓરિસ્સામાં સ્પેશ્યલ વિજિલન્સ કોર્ટે ઓરિસ્સા કેડરના આઈએએસ ઓફિસર વિનોદકુમારને ભ્રષ્ટાચારના દોષિત જાહેર કરીને ત્રણ વર્ષની જેલની સજા કરી છે. વિનોદકુમાર વિરૂધ્ધ બિન જામીનલાયક વોરંટ પણ નિકળ્યું હતું. વિનોદકુમાર પર 1999માં ભીષણ ચક્રવાત દરમિયાન […]

Top Stories India

ભ્રષ્ટાચાર અંગેના બે અલગ-અલગ કેસમાં દોષિત જાહેર થયેલા એક આઈએએસ અને એક આઈપીએસ ઓફિસર ને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. ઓરિસ્સામાં સ્પેશ્યલ વિજિલન્સ કોર્ટે ઓરિસ્સા કેડરના આઈએએસ ઓફિસર વિનોદકુમારને ભ્રષ્ટાચારના દોષિત જાહેર કરીને ત્રણ વર્ષની જેલની સજા કરી છે.

વિનોદકુમાર વિરૂધ્ધ બિન જામીનલાયક વોરંટ પણ નિકળ્યું હતું. વિનોદકુમાર પર 1999માં ભીષણ ચક્રવાત દરમિયાન ઓરિસ્સા રૂરલ હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેકટર પદ પર રહીને રાહત અને પુર્નવાસમાં સો કરોડનો ગોટાળો કરવાનો આરોપ હતો. ગઈકાલે વિનોદકુમારે આત્મસમર્પણ કરી લીધું હતું.

એ જ રીતે ચંદીગઢમાં વિશેષ સીબીઆઈ કોર્ટે લાંચ લેવાના કેસમાં અધિકારી દેશરાજ સિંઘને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. બુધવારે કોર્ટે એમને કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આમ, ભ્રષ્ટાચારના અલગ-અલગ કેસમાં એક આઈએએસ અને એક આઈપીએસ ઓફિસરને જેલની સજા થતાં અધિકારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે.

2012માં આઈપીએસ ઓફિસર દેશરાજસિંઘની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ બન્ને ટોચના અધિકારીઓ જેલમાં આરામ કરશે.