Ahmedabad News/ ક્લાસ વન અધિકારીનો ડ્રાઈવર હોવાનું કહીને નોકરીની લાલચ આપીને 1 કરોડથી વધુની ઠગાઈ

રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ક્લાસ વન અધિકારીનો ડ્રાઈવર હોવાનું કહીને એક શખ્સે તેના બે સાગરીતો સાથે મળીને ચાર જણા પાસેથી રૂ.1,07,00,000 લઈને તેમની સાથે છેતરપિંડી કરી હતી.આ બનાવની વિગત મુજબ સાજીદઅલી ગુલામરસુલ ખોખરે પોતાની ઓળખ ક્લાસ વન અધિકારીના ડ્રાઈવર તરીકે આપીને તેના બે સાગરીતો સંતોષ હંસનાથ પ્રસાદ અને મહેશ શાંતિલાલ બારોટ સાથે મળીને લોકોને છેતર્યા હતા.

આરોપીઓએ ઓઢવમાં રહેતા મનોજભાઈ પી.અમૃતિયાના સંબંધી પ્રિન્સ, દિપ અને માનસી બેનને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.16,25,000 મેળવી લીધા હતા. તે સિવાય રાજકુમાર એમ પટેલ, સાવનભાઈ કે.પટેલ, દિપક એમ પચેલ અને વિકાસ પી પટેલને સરકારી નોકરીની લાલચ આપીને તમામ લોકો પાસેથી રૂ. 1,07,00,000 લઈને તેમની સાથે છેતરપિંડી કરી હતી.

આરોપીઓે છેતરાયેલા લોકોને ખોટા નિમણૂક લેટરો બનાવીને પોસ્ટ મારફતે મોકલી આપ્યા હતા.આ અંગે મનોજભાઈ અમૃતિયાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર