Not Set/ અમિત શાહે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી અને જીતનો મંત્ર આપ્યો

વિધાનસભાન ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથેજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે રવિવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પદાધિકારી સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર ખાતે ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ […]

Gujarat

વિધાનસભાન ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથેજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે રવિવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પદાધિકારી સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર ખાતે ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બેઠકમાં અમિત શાહ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી અને જીતનો મંત્ર આપ્યો હતો. જો કે, અમિત શાહના પ્રવાસ પહેલા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવી દેવામાં આવી હતી.