Not Set/ ઈરાન-ઈરાક સીમા પર 7.3 તીવ્રતાનો ભૂકંપ, 164 ના મોત

ઈરાન-ઈરાક બોર્ડર નજીક ૭.૩ તીવ્રતાનો ભૂકંપ આવતા 164 લોકો ના મૃત્યુ તેમજ લગભગ ૧૬૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થવાની સંભાવના છે. યુએસ જીઓલોજીકલ સર્વેના અનુસાર, આ ભૂકંપ ઈરાનના હલબજાથી ૩૨ કિમી દુર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર ૩૩.૯ કિમી ઊંડાણમાં હતું. ભૂકંપ ગત રાત્રે ૯.૨૦ વાગ્યે આવ્યો હતો, અને આ ભૂકંપના ઝટકા બગદાદ સુધી અભુભવાયા […]

World

ઈરાન-ઈરાક બોર્ડર નજીક ૭.૩ તીવ્રતાનો ભૂકંપ આવતા 164 લોકો ના મૃત્યુ તેમજ લગભગ ૧૬૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થવાની સંભાવના છે. યુએસ જીઓલોજીકલ સર્વેના અનુસાર, આ ભૂકંપ ઈરાનના હલબજાથી ૩૨ કિમી દુર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર ૩૩.૯ કિમી ઊંડાણમાં હતું. ભૂકંપ ગત રાત્રે ૯.૨૦ વાગ્યે આવ્યો હતો, અને આ ભૂકંપના ઝટકા બગદાદ સુધી અભુભવાયા હતા.

ધ ઈન્ડીપેન્ડન્ટના જણાવ્યા અનુસાર, ભૂકંપન કારણે ઈરાનના ૧૪ શહેરો પ્રભાવિત થયા છે. ભૂકંપના કારણે ઘણી ઈમારતોને નુકસાન થયું છે. ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA ના જણાવ્યા અનુસાર, ઇરાનના કરમશાનહમાં કર્ણા-એ-શિરીન અને અજગાલેહ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.