World News/ PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા નિર્ણયો

PM Narendra Modi ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં તેમને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર સહમતિ બની છે.

Top Stories World
PM Narendra Modi

PM Narendra Modi Uzbekistan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. રવિવારે તેમણે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. પીએમ મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.

‘ઓલી દરાજલી દોસ્તલિક’ સન્માનથી નવાજાયા

પ્રધાનમંત્રી મોદીને(PM Narendra Modi) ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માન ‘ઓલી દરાજલી દોસ્તલિક’થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સ્વીકારતા મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન મેળવીને ગૌરવ અનુભવે છે અને તેને ભારત-ઉઝબેકિસ્તાનના અતૂટ સંબંધોને સમર્પિત કરે છે. તેમણે ઉઝબેકિસ્તાનની આઝાદીની 35મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ અને ત્યાંના લોકોને શુભેચ્છા પણ પાઠવી. પીએમ મોદીએ જણાવ્યું કે આ વર્ષે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. હવે બંને દેશો પોતાના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તરે લઈ જવા માટે નવા લક્ષ્યાંકો સાથે આગળ વધશે. બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે નવા ક્ષેત્રો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પણ ઓળખ કરવામાં આવી છે.

PM Narendra Modi

વિદેશ મંત્રીઓના સ્તરે બનશે કોઓર્ડિનેશન કાઉન્સિલ

દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વિદેશ મંત્રીઓના સ્તરે એક સમન્વય કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રોના સહયોગ અને પરસ્પર સંકલનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત બંને દેશો સાથે મળીને એક બિઝનેસ સમિટનું પણ આયોજન કરશે, જેમાં ભારત(PM Narendra Modi) અને ઉઝબેકિસ્તાનના બિઝનેસ લીડર્સ ભાગ લેશે. પીએમ મોદીએ (PM Narendra Modi) જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમની સપ્લાય માટે લાંબા ગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ત્રણ ‘સિસ્ટર-સિટી’ અને ‘સિસ્ટર-સ્ટેટ’ કરાર પણ કરવામાં આવી રહ્યા છે. આ કરારોના અસરકારક અમલ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

GIFT City અને ન્યૂ તાશકંદ વચ્ચે સહયોગ વધશે

પીએમ મોદીએ(PM Narendra Modi) ઉઝબેકિસ્તાનના ‘ન્યૂ તાશકંદ’ અને ગુજરાતની ‘GIFT City’નો ઉલ્લેખ કરીને વિકાસ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ અને સંકલન વધારવાની વાત કરી. આ ભાગીદારીથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો ઊભી થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે કહ્યું કે ભારત ઉઝબેકિસ્તાનનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર પ્રથમ વખત 1 અબજ ડોલરથી વધુ થયો હતો. બંને દેશો વચ્ચેના સંયુક્ત સાહસોની સંખ્યા પણ તાજેતરના વર્ષોમાં અનેક ગણી વધી છે.

ભારતીયો માટે 30 દિવસની વિઝા-ફ્રી સુવિધા

રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે વધુમાં જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-ફ્રી સુવિધા શરૂ થવાથી બંને દેશો વચ્ચે પ્રવાસન, વેપાર અને લોકો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દર અઠવાડિયે લગભગ 14 સીધી ફ્લાઇટ્સ પણ સંચાલિત થાય છે, જે બંને દેશોના વધતા સંબંધો દર્શાવે છે.


આ પણ વાંચો: નાઇજરમાં સૈન્ય બળવો; રાજધાની નિયામેમાં એરપોર્ટ અને સરકારી ભવન પાસે ફાયરિંગ

આ પણ વાંચો:નેપાળમાં પ્રિન્સિપાલની સમયસર સમજદારીએ1,643 બાળકોને પૂરના મોતના મોંમાંથી બચાવ્યા

આ પણ વાંચો:નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ