Ahmedabad/ BRTS ટ્રેકમાં દોડતી ટ્રાફિક ક્રેઈન સામે કાર્યવાહી થશે?

વાહનચાલકો BRTS વાહન હંકારે તો દંડાય છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કડક રીતે લોકોને નિયમોનું પાલન કરાવે છે. રસ્તે આડેધડ પાર્ક કરેલા વાહનોને ખૂબ જ ઝડપથી ટોઈંગ પણ કરવામાં આવે છે. ત્યારે ટોઈંગ કરેલા વાહનો લઈને જતી ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેન જ નિયમોનો ભંગ કરતી જોવા મળી છે. દાણીલીમડા વિસ્તારમાં આ ક્રેન બેફામ રીતે BRTS ટ્રેકમાં ચાલી રહી છે. જેમાં વાહન ઉઠાવવાનું કામ કરતા કર્મચારીઓ લટકતા વાહનો પર લાંબા થઈને લોકોના વાહનોમાં ભાંગ-ટૂટ થાય તેની ચિંતા વગર આરામ કરતા જોવા મળ્યા છે. આ અંગે ટ્રાફિક ડીસીપીએ તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવા જણાવ્યું છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા BRTS ટ્રેકમાં એક ટ્રાફિક વિભાગની ક્રેન જોવા મળી છે. આ ક્રેનમાં વાહનચાલકોના ટોઈંગ કરેલા વાહનો પણ છે. આ વાહનો પર ક્રેનમાં કામ કરતા ખાનગી વ્યક્તિઓ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો દાણીલીમડા BRTS ટ્રેકનો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય નાગરિકો BRTS ટ્રેકમાં વાહન ચલાવે તો તે એક ગુનો બને છે, જેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસ જ નિયમ ભંગ કરતા જોવા મળી છે. જે અંગે હવે પોલીસ સામે પોલીસ કાર્યવાહી કરશે?
આ અંગે ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, ક્રેનનો વીડિયો અમારા ધ્યાન પર પણ આવ્યો છે. અમારી ટીમે આ અંગે તપાસ કરી છે. વીડિયોમાં દેખાતી ક્રેનના ડ્રાઇવર સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. ગુનો નોંધી ડ્રાઇવર સામે પગલાં પણ લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ