Not Set/ જેમ્સ બોન્ડ પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું કે, ફીમેલ જેમ્સ બોન્ડ ક્યારેય નહિ બને

007 જેમ્સ બોન્ડ એ બ્રિટીશ જાસુસનું પાત્ર છે જે દુનિયાભરમાં ફેમસ છે. એ એક ફિકશનલ કેરેક્ટર છે જે MI6 નો એજન્ટ છે. જેમ્સ બોન્ડ સીરીઝના નિર્માતા બાર્બરા બ્રોકોલીએ મહિલા જેમ્સ બોન્ડની શક્યતાને ખારીજ કરતાં જણાવ્યું હતું કે, ‘બોન્ડ પુરુષ છે. એ મેલ પાત્ર છે. એને એકે પુરુષ તરીકે જ લખવામાં આવ્યું હતું અને હું વિચારું […]

Top Stories World Trending

007 જેમ્સ બોન્ડ એ બ્રિટીશ જાસુસનું પાત્ર છે જે દુનિયાભરમાં ફેમસ છે. એ એક ફિકશનલ કેરેક્ટર છે જે MI6 નો એજન્ટ છે. જેમ્સ બોન્ડ સીરીઝના નિર્માતા બાર્બરા બ્રોકોલીએ મહિલા જેમ્સ બોન્ડની શક્યતાને ખારીજ કરતાં જણાવ્યું હતું કે, ‘બોન્ડ પુરુષ છે. એ મેલ પાત્ર છે. એને એકે પુરુષ તરીકે જ લખવામાં આવ્યું હતું અને હું વિચારું છુ કે એ પુરુષ તરીકે જ રહેશે.’

ડેનિયલ ક્રેગ જેમણે જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું છે અને આ જેમ્સ બોન્ડ સીરીઝના પ્રોડ્યુસર બાર્બરા બ્રોકોલીએ કહ્યું કે, આવાં આયકોનીક પાત્રની જેન્ડર બદલવા કરતા મહિલાઓ માટે દમદાર પાત્ર લખાવા જોઈએ. વધુમાં એમણે જણાવ્યું કે, આમાં કોઈ વાંધો નથી. આપણે પુરુષ પાત્રોને મહિલા પાત્રમાં બદલવાની જરૂર નથી. આપણે વધુ એવાં ફીમેલ કેરેક્ટર્સ બનાવીએ અને એમનાં પાત્રને ફીટ બેસે એવી સ્ટોરી બનાવીએ.

બાર્બરા બ્રોકોલીએ 17 વર્ષની ઉમરે બોન્ડ ફ્રેન્ચાઈઝી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સીરીઝ પર પ્રોડક્શન 1962થી શરૂ થયું હતું અને જે હજી પણ ચાલે છે.