Not Set/ ગુજરાતની આ જગ્યાએ જ્યાં મુસ્લિમ કારીગરો વર્ષોથી બનાવે છે માતાજીના કલાત્મક ગરબા

  આદ્યશક્તિની આરાધાનાના પર્વ એવા નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે માતાજીનું આરાધનાનું આ પર્વ હોય ત્યારે કલાત્મક ગરબાને કેમ ભૂલાય? ભૂજના મુસ્લિમ કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. મુસ્લિમ કારીગરો આ દ્વારા કચ્છની કોમી એકતાના મિશાલ બન્યા છે. ભીડનાકા વિસ્તારમાં રહેતા કુંભાર અબ્ડ્રેમાને જણાવ્યું કે, તેઓ પોતાના વડીલોના વખતથી ગરબા બનાવવાનું કામ […]

Gujarat Navratri 2022

 

આદ્યશક્તિની આરાધાનાના પર્વ એવા નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે માતાજીનું આરાધનાનું આ પર્વ હોય ત્યારે કલાત્મક ગરબાને કેમ ભૂલાય? ભૂજના મુસ્લિમ કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. મુસ્લિમ કારીગરો આ દ્વારા કચ્છની કોમી એકતાના મિશાલ બન્યા છે.

ભીડનાકા વિસ્તારમાં રહેતા કુંભાર અબ્ડ્રેમાને જણાવ્યું કે, તેઓ પોતાના વડીલોના વખતથી ગરબા બનાવવાનું કામ કરે છે અને ગરબા બનાવવામાં જે કલરનો ઉપયોગ કરવામાં આવે તે પ્રાકૃતિક કલર હોય છે જેથી પર્યાવરણને હાનિ પહોંચે નહિ.

કુંભારના ચાકડા પર સૌથી પહેલા માટીનો નાનો ગરબો બને છે પછી ગરબાને ટીપી ટીપીને મોટો ગરબો બનાવવામાં આવે છે. તેમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી રંગબેરંગી બનાવવામાં આવે છે. રોજના અંદાજીત 100 ગરબા બનાવવામાં આવે છે જે બનાવવામાં આખું પરિવાર રોકાય છે.

પહેલાના સમયમાં વડીલો કાચા કલરનો ઉપયોગ કરતાં હતા જો કે, હવે આધુનિક ફેશન મુજબ ગરબામાં નવી ડિઝાઇનો કરવામાં આવે છે. તેમાં સંતારા, ક્રોન વર્ક, અવનવી ડિઝાઇન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રી આવે ત્યારે નવી પેટર્નના ગરબા બનાવાય છે.

આ વર્ષે અંદાજીત 1000 થી 1500 જેટલા ગરબા બનાવવામાં આવશે અને બહારના વેપારીઓનો ઓર્ડર પણ શરૂ થઈ ગયો છે. આમ તો માતાજીના ગરબામાં ભક્તી અને આસ્થા સિવાય કોઈ મોલ હોય નહિ. પરંતુ જમાના પ્રમાણે ગરબા બનાવવામાં થતા ખર્ચ પછી બજારમાં 30 થી 50 રૂપિયાની કીંમતમાં વેચવામાં આવે છે. પછી રિટેઇલર ફેરિયાઓ પોતાના નફા મુજબ ગ્રાહકોને ગરબાનું વેચાણ કરે છે.બ ગરબા બનાવવાનું કામ કુંભાર પરિવારો માટે રોજીરોટીનું સાધન હોવાથી તેઓ પણ આસ્થાપૂર્વક ગરબા બનાવે છે જે કચ્છની કોમી એકતાની નિશાની છે.