Rajkot News/ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના, બેના મોત

બનાવને લઈને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોટુ કન્ટેનર પલટી મારી જતા બે લોકોના મોત થયા છે. ઘટના બની ત્યારે બંને લોકો કન્ટેનરની અંદર સવાર હતા. રાજકોટ-ગોંડલ ચોકડી નજીક આ ભારે કન્ટેનર પલટી ખાઈ ગયું હતું.

ઉપરાંત કન્ટેનર પલટી મારતા પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમાં ત્રણ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે લોકો હજુ ટેન્કર નીચે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે જાણ થતા ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવને લઈને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે

આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી