big news/ બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદી 10 નવેમ્બરે જાહેર થાય તેવી ધારણા, આ ઉમેદવારોને મળી શકે છે ટિકિટ

સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે બેઠક મળી શકે છે જેમાં અનેક નામોની ચર્ચા થઇ રહી છે. સુત્રો દ્ધારા આ નામની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ભાજપની પહેલી યાદી 10મી નવેમ્બરે જાહેર થવાની શક્યતા છે ત્યારે દિલ્હીમાં આજે સાંજે ભાજપ કોર કમિટીની બેઠક મળશે. સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે બેઠક મળી શકે છે. જેમાં અનેક નામોની ચર્ચા થઇ રહી છે. સુત્રો દ્ધારા આ નામની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જે નામની ચર્ચા થાય છે તેમાં મનીષા વકીલ મંત્રી, નીમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત સિહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, કનુભાઈ દેસાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી દેવા માલમ, મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જીતુ ચૌધરી, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, મંત્રી આર સી મકવાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનમદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે હાલ CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હીમાં છે. ગઈકાલે પણ અમિત શાહ સાથે 6 કલાક બેઠક ચાલી હતી. કોર કમિટીની બેઠક બાદ 9મીએ સાંજે ફરી બેઠક મળશે. 9મીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. 10મીએ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.

આજે મળનાર કોર ગ્રુપની બેઠક માટે નામો ની યાદીમોટાભાગની  તૈયાર થઈ ચૂકી છે. પક્ષની ચૂંટણી સમિતિ સમક્ષ જે યાદી રજૂ થવાની છે તેમાં અનેક નામોની આગળ ગ્રીન અને રેડ ટીક લાગી ગઇ હતી. આજે મળનાર કોર કમિટીમાં તમામ 182 બેઠકોના નામને આખરી સ્વરુપ આપી દેવાશે. અને આવતી કાલે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર  મંજૂરીની મહોર લાગશે. તા. 10ના રોજ પ્રથમ યાદી જાહેર થાય તેવી ધારણા છે.